1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી, અમદાવાદમાં તાપમાન 31 ડિગ્રીએ પહોંચ્યુ

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના ટાણે તાપમાનો પારો 30 ડિગ્રીને વટાવી જતાં લોકો ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર […]

ગુજરાતમાં બે દિવસ વાદળછાંયા વાતાવરણ સાથે તાપમાનમાં ઘટાડો થશે, થરાદમાં પડ્યું માવઠું

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ગત રાતે માવઠું પડતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં બે દિવસ આકાશ વાદળછાંયુ રહેશે. તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે નાગરિકોએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીના અંત સાથે […]

ગુજરાતના શહેરોમાં માત્ર 10 મીનીટમાં અને ગામડાંમાં અડધો કલાકમાં પોલીસની મદદ મળી શકશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે, રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં  અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરાશે.  આ માટે 1100  નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી કરીને આખા રાજ્યને ડાયલ  112માં સમાવેશ કરાશે. આ […]

વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવનમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહેલા આ બંને રાજ્યોના યુવાનોએ આ અવસરે પોતાના પ્રદેશના લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા.  ભારતમાં પૂર્વોત્તર રાજ્ય પૈકીના બે; અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ રાજ્યસભાના ગુજરાતના ચાર સભ્યો આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર બેઠકો માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત 4 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. બીજી તરફ ગઈકાલે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ચાર ઉમેદવાર […]

ગુજરાતઃ 16 ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના 6 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકાને સામેલ કરાયા […]

ગુજરાતના બંદરો પરથી 105 દેશોમાં 60 કરતા વધુ કોમોડીટી-જણસની થતી નિકાસ

ગાંધીનગરઃ ગુજરાતના બંદર વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદર વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર 6.25  ટકા જેટલો રહ્યો છે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના […]

ગુજરાતમાં આંગણવાડી મહિલા વર્કરોએ સરકાર સામે માંડ્યો મોરચો, બે દિવસની હડતાળ

રાજકોટઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના આંગણવાડીના મહિલા વર્કરોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આંગણવાડી વર્કરોને લઘુતમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઇલ આપવા સહિતની માંગણીઓને લઈને રાજ્યભરમાં છેલ્લા 2 દિવસ એક લાખ આંગણવાડી બહેનો હડતાલ પર ઊતરી ગયા હતા. જેમાં રાજકોટ જિલ્લાની 5 હજારથી વધુ આંગણવાડી મહિલા વર્કરોએ હડતાલ પર ઊતરી […]

બાળ વિજ્ઞાનીની નાની વયે મોટી સિદ્ધિ: વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે બનાવી અદ્ભૂત ડિઝાઇન

અમદાવાદઃ અમરેલીના એક બાળ વિજ્ઞાની કાવ્ય ગોંડલિયાએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીએ ચિખલકૂબ પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણથી પ્રેરિત થઈને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે એક અદ્ભુત ડિઝાઇન બનાવી છે. જેની મદદથી કૂવા કે અન્ય ઉંડાણ વાળા જોખમી સ્થળોએ ફસાયેલા વન્યજીવોને બચાવવા માટે લિફ્ટ માફક કામ કરી પાંજરામાં પરિવર્તિત થઈને વન્યજીવોને […]

ગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે, 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે. અને 20મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code