1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, […]

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોમાં ભાજપ કોના પર કળશ ઢોળશે, બુધવાર સુધીમાં જાહેરાત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી તા. 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે આ અંગેનું નોટિફિકેશન પણ જારી કરી દીધુ છે. 15મી ફેબ્રુઆરી નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો છે. એટલે પુરતી સ્ટ્રેન્થ હોવાથી તમામ બેઠકો પર ભાજપનો વિજય નિશ્વિત છે. ભાજપ દ્વારા 14મી સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં […]

ગુજરાતમાં RTOનું સર્વર 10 દિવસથી ઠપ્પ, લોકોને પડતી મુશ્કેલી, કાલથી સેવા રાબેતા મુજબ બનશે

અમદાવાદઃ ગુજરાતમાં RTOની તમામ સેવા ઓનલાઈન કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વિકસાવેલ પરિવહન પોર્ટલની સારથી એપ્લિકેશનથી સેવાઓ ઉપલબ્ધ બનતી હોવાથી પહેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સના રિન્યુઅલ કે કોઈ કામકાજ માટે RTO કચેરી સુધીનો ધક્કો ખાવો પડતો નથી. પરંતુ છેલ્લા 10 દિવસથી સારથી એપ્લિકેશન ડેટાબેઝના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા  RTOની લાયસન્સ સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ છે. […]

જેમની પાસે કોઈ ગેરંટી નથી તેમના માટે મોદી ગેરંટી આપે છેઃ નરેન્દ્ર મોદી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધતાં ખુશી […]

વિકસીત ભારત – 2047 સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશેઃ મંત્રી  ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી  ઋષિકેશ પટેલે અંદાજપત્ર 2024-25 ની વિવિધ જોગવાઇ પર વિધાનસભામાં થયેલ સામાન્ય ચર્ચામાં જણાવ્યું કે,આ વર્ષનું બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે. સર્વગ્રાહી , સર્વસમાવેશી અને સર્વસ્પર્શી આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2047 સુધીના વિકસીત ભારત સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું કદમ છે. વિકસીત ભારત […]

લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં લગાવશે હેટ્રિક, 26માંથી જીતશે 26 સીટ

નવી દિલ્હી: 100 દિવસ જેટલા સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓને લઈને તાજો સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતને લઈને ભાજપ માટે મોટી ખુશખબરી પણ સામે આવી છે. સર્વે મુજબ, ભાજપ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર જીત નોંધાવશે. જો આમ થાય છે, તો ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીઓમાં ક્લિનસ્વીપની હેટ્રિક લગાવી દેશે. આવો જાણીએ […]

છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

અમદાવાદઃ ઉર્જા મંત્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ ,ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે. તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે આમ છતાં દરેકને […]

કોમન યુનિ. એક્ટને 200 દિવસ થયાં છતાંયે 8 યુનિવર્સિટીઓમાં હજુ ઈન્ચાર્જ કૂલપતિઓઃ કોંગ્રેસ

અમદાવાદઃ  સ્ટેટ યુનિવર્સિટી એકટ મંજૂરીના 200 દિવસ વિતી ગયા છતાં રાજ્યની આઠ યુનિવર્સિટીઓ ઇન્ચાર્જ કુલપતિઓના હવાલેથી ચાલી રહી છે. મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સિપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેમ ગુજરાત પ્રદેશ […]

ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે કિલકારી અને આશા મોબાઈલ એકેડમી લોન્ચ

ગાંધીનગરઃ રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર અને  એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને […]

ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સુકુ રહશે. તો હાલ અમદાવાદમાં 20 ડિગ્રી ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ તરફ આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code