1. Home
  2. Tag "gujarat"

ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ દાંતીવાડા ખાતે યોજાયો

પાલનપુરઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવ યોજાયો હતો. આ રમત-ગમત મહોત્સવમાં રાજ્યની  કુલ 15 યુનિવર્સિટીઓના કુલ 365 કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલી વિવિધ રમતોમાં વિજેતા […]

ભારતીય રેલવેઃ ગુજરાતમાં 1,677 કિ.મી. સુધીની પ્રોજેક્ટ્સ 2014-23ના ગાળામાં કાર્યાન્વિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં 589 કરોડ રૂ. પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ […]

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બે ઋતુનો અનુભવ, પરોઢે ધૂમ્મસભર્યું વાતાવરણ

અમદાવાદઃ શિયાળાનો પોષ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી પરોઢે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, સવારે ધૂમ્મ્સને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

ગુજરાતઃ આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવાશે

અમદાવાદઃ આજે નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને […]

ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપતુ ગુજરાતનું બજેટઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ […]

ગુજરાતમાં નવી 162 સરકારી શાળા બનાવાશે

અમદાવાદઃ વિધાનસભામાં આજે સરકારે રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. જેમાં તમામ ક્ષેત્રોને લઈને વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી એક વર્ષમાં નવી 162 સરકારી શાળાઓ બનાવવામાં આવશે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અનેક ખાનગી […]

લોકસભાની ચૂંટણી પહેલા 14 IAS અધિકારીઓની બદલી, ત્રણ IASને વધારાનો હવાલો અપાયો

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે IAS અધિકારીઓના બદલીઓ કરી છે. 11 અધિકારીઓની બદલીઓ સાથે 3 સિનિયર IAS અધિકારીઓને વધારાના ચાર્જ અપાયા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે IAS કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ […]

ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકને વિધાનસભા ગૃહએ આપી મંજુરી

ગાંધીનગરઃ સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે એવું મહેસુલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આ વિધેયક બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગનો હવાલો […]

ગુજરાત કૃષિ ભાવપંચની બેઠકમાં ખરીફ પાકના ટેકાના ભાવથી ખરીદીની કેન્દ્ર સરકારને કરી ભલામણ

ગાંધીનગરઃ  રાજ્યના કૃષિ મંત્રી  રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ 2024-25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code