1. Home
  2. Tag "gujarat"

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થશે

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી એ જણાવ્યું છે કે, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના […]

ગુજરાતના ખેડુતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, હવે દિવસે વીજળી મળશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ રવિ સીઝનના ટાણે ખેડુતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડુતોને બોર-કૂવામાંથી પાણી મેળવીને પાકને પાણી પીવડાવવા માટે આખીરાતના ઉજાગરા કરવા પડે છે. ખેડુતોએ દિવસે વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે મળી […]

ગુજરાતમાં એક સપ્તાહ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ટાઢાબોળ પવન ફુંકાશે

અમદાવાદઃ  ઉત્તર-પૂર્વિય ટાઢાબોળ પવનને લીધે ગુજરાત ઠંડીમાં લપેટાયું છે. રાજ્યમાં હજુ 24 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. બાદમાં 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહશે, એટલે કે આકાશ સાફ જોવા મળશે. આ ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનું તાપમાન યથાવત્ રહેશે. હાલ જે કડડકડતી ઠંડી પડી રહી છે એ 7 દિવસ સુધી યથાવત્ રહેશે […]

ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે: ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત નેટ ઝીરો તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે. વડાપ્રધાનશ્રીએ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે ‘નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ’ તરફ આગળ વધવું છે.  મુખ્યમંત્રીએ અમદાવાદમાં 29મી ઇન્ડિયન […]

ગુજરાતમાં નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથીઃ ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે, પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે હાલ રાજયમાં કોરોનાના 13 સક્રિય કેસ છે જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ. 1.56 લાખ કરોડના 47 MoU સંપન્ન

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. 1.56  લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MoU કર્યા છે, તેની […]

ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે. આ સુધારાને […]

ગુજરાતના સાગરકાંઠે 4 ફુટ મોજા ઉછળ્યાં, દરિયામાં તેજ ગતિએ પવન ફુંકાતા ભારે કરંટ

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ત્રણથી ચાર ફુટ ઊંચા મોજા ફુંકાઈ રહ્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં ઠંડીમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે પરંતુ […]

ગુજરાતઃ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો

ગાંધીનગરઃ અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code