1. Home
  2. Tag "gujarat"

ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી

નવી દિલ્હીઃ ચક્રવાત બિપરજોયથી ખરાબ રીતે પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી રૂ. 633.73 કરોડની વધારાની નાણાકીય સહાય બહાર પાડી છે, જે દક્ષિણમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત છે. પશ્ચિમ ચોમાસાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર […]

અમદાવાદ અને જામનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 13,849 કિલો નકલી ઘીનો જથ્થો પકડાયો

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-2ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ આશરે રૂ. 93 લાખની કિંમતનો કુલ 13,849  કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. […]

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર, ગરમ કપડાં પહેરી શકશે, સ્કૂલોની મનમાની નહીં ચાલે,

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ઠંડીથી બચવા શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરીને આવતા હોય છે. ત્યારે કેટલીક શાળાઓ નક્કી કરેલા યુનિફોર્મના કલર મુજબ સ્વેટર પહેરીને આવવાની ફરજ પાડી રહ્યા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ […]

ગુજરાતમાં GCMMFની જેમ તમામ APMCનું ફેડરેશન બનાવાશે, હેડ ક્વાટર્સ ગાંધીનગર રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં એપીએમસી ( એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી) માર્કેટ યાર્ડ્સ આવેલા છે, ખેડુતો પોતાના કૃષિપાક વેચવા માટે યાર્ડમાં આવે છે. સાથે જ વેપારીઓ પણ ખરીદી માટે માર્કેટ યાર્ડ આવતા હોય છે. હાલ ખરીફ સીઝનના કૃષિ પાકની માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે. ખેડુતોના હિત માટે તમામ માર્કેટ યાર્ડ્સનું એક ફેડરેશન બનાવવાની […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, 12મીથી 14મી ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. બુધવારે પણ લોકોએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ ઉષ્માતામાન  20 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતુ.  જેમાં સૌથી ઓછું 9.8 ડિગ્ર લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. હવે રાજ્યમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી 12મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર […]

ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓએ PMJAY-MA હેઠળ નિ:શુલ્ક સારવાર લાભ લીધો

ગાંધીનગરઃ ગુજરાતમાં આ યોજના અંતર્ગત 58 લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે, દર્દીઓની રૂ. 11,590  કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” PMJAY અને ગુજરાતની “મુખ્યમત્રી અમૃતમ” MA યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો […]

ગુજરાતમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ યોજાશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનાર “ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ”ની વિગતો આપતા રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ભારતની અગ્રણી રોકાણ પ્રમોશન સમિટ બની છે. 10મી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે આગામી 11મી ડિસેમ્બરના રોજ “ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ […]

ગુજરાતમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાનનો પ્રારંભ, યોગ સ્પર્ધાઓ યોજાશે, 2 કરોડના ઈનામો અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે 1લી જાન્યુઆરી 2024  સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.6ઠ્ઠી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી […]

ગુજરાતમાં દ્વારકા. અંબાજી સહિત 11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે ગુજરાત સરકારે AOI સાથે કર્યા MOU

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્‍ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા. આ […]

GPSCની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજનારી ચાર પ્રાથમિક કસોટીઓ મોકુફ રખાઈ

વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ કરાઈ નવી તારીખો આગમી દિવસોમાં જાહેર કરાશે અમદાવાદઃ જીપીએસસી દ્વારા આગામી મહિનામાં યોજાનારી ચાર પ્રિલિમ પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવી છે. આ અંગે જીપીએસસી દ્વારા પરીક્ષાર્થીઓને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પરીક્ષાને લઈને નવેસરથી તારીખો ફાઈલ કરવામાં આવશે. દરમિયાન જીપીએસસીની ચાર પ્રિલિમ પરીક્ષાઓ રદ કરવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code