1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને 3જી ડિસેમ્બરથી CPR તાલીમ અપાશે

ગાંધીનગરઃ શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતની આઠ સરકારી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરીથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલા કાયદાથી […]

ગુજરાતઃ ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કોસ્ટગાર્ડની ટીમ ઝડપી પાડી બોટ શંકાસ્પદ બોટને ઓખા લઈ જવામાં આવી કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન એજન્સીઓની ચાંચિયાગીરીના બનાવો અવાર-નવાર સામે આવે છે. તેમજ ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન પોરબંદરના દરિયામાંથી […]

ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં બાળલગ્નો અટકાવવા હવે ગામડાંમાં ચેકિંગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનાથી પૂર્ણિમાં બાદ લગ્નસરાંની સીઝન શરૂ થશે. લગ્નો માટે નાના-મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ. રસોઈયા, ગોર મહારાજ વગેરે બુક થઈ ગયા છે. જ્યારે ગામડાંઓમાં પણ લગ્નસરાની સીઝન ખીલી ઊઠશે. રાજ્યમાં ઘણાબધા સમાજોમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે. વર્ષોથી બાળ લગ્નોની પ્રથા ચાલી આવતી હોવાથી એમાં કોઈ ફેરફાર થતો નથી. આ […]

ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સામાન્ય માવઠું પડવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.  લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ચાર  દિવસ  વાતાવરણ સુકું રહેશે. ત્યારબાદ તા. 25 અને 26 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયા કમોસમી વરસાદના ઝાંપટાં […]

ગુજરાતમાં જલારામ બાપાની 224મી જન્મજ્યંતિ ઊજવાઈ, વીરપુરમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જ્યંતિ અમદાવાદ રાજકોટ, વડોદરા નવસારી, વેરાવળ અને બાપાના ધામ એવા વીરપુરમાં ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિતના શહેરોમાં શાભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. વીરપુર નગરને રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું […]

ગુજરાતમાં 5 વર્ષથી માનદ સેવા આપતા 6400 TRB જવાનોને ક્રમશઃ છૂટા કરીને નવી ભરતી કરાશે

 અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા શહેરોમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનોની માનદ સેવા લેવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ 9000 જેટલા ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે. જેમાં મોટાભાગના જવાનો 5થી લઈને 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. આવા 6400 જેટલા ટીઆરબી જવાનોની સેવાને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે જવાનોને છૂટા […]

ગુજરાતની ઇનલેન્ડ જળાશય લીઝિંગ પોલિસી લોન્ચ કરાશે

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન થવાનું છે, જે બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જે વિશ્વ મત્સ્યપાલનની ઉજવણી પ્રસંગે 21 અને 22 નવેમ્બરના રોજ રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાનો, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, વૈશ્વિક મત્સ્યઉદ્યોગ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, મત્સ્યઉદ્યોગ સમુદાયો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સહિત વિવિધ મહાનુભાવો અને હિતધારકોને એકસાથે લાવશે. મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, […]

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ […]

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભથી જ તાપમાનમાં થયો ઘટાડો, હવે ક્રમશઃ ઠંડી વધશે

અમદાવાદઃ વિક્રમ સંવત 2080ના વર્ષનો રંગેચંગે પ્રારંભ થઈ ગયા છે. કારતક મહિનાના પ્રથમ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા રાજ્યભરમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું હતુ. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગર 14 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code