1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે UAEએ બતાવી તત્પરતા, મુખ્યમંત્રી સાથે યોજાઈ બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે યુનાઇટેડ આરબ એમીરાટ્સના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસન અલ્‍સુવૈદીની અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ભારત-ગુજરાત-યુ.એ.ઇ ના વાણિજ્યક સંબંધોનો સેતુ વધુ દ્રઢ કરવા અંગે આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો અને પરસ્પર સહયોગ અંગે ફળદાય વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસને ખાસ કરીને […]

ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો 12 વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત છે. અધ્યાપકો ઘણા સમયથી રજુઆતો અને લડતના કાર્યક્રમો આપવા છતાયે તેમના પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજોના પ્રોફેસરોની 308 જગ્યાઓ વર્ષોથી ખાલી છે. બઢતી અને બદલી પણ કરાતી નથી. તેના લીધે  ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસના પ્રદેશ […]

ગુજરાતઃ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દરરોજ અંદાજે 50 હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય […]

વિકલ્પ અપાયો હોય એવી ગ્રાન્ટેડ શાળાઓને ફી વધારાની મંજુરી આપવા સંચાલકોની માગ

અમદાવાદઃ ગુજરાતમાં જે ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ મળતી નથી, તેવી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેલી ફી વસુલતી હોય છે. આ ફી અપુરતી છે. એનાથી શાળા સંચાલનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોની હડતાળ, સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી

અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો કમિશન વધારવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. રેશનિંગની દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળથી દિવાળીના તહેવારોના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન સરકારે સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક […]

ગુજરાતમાં વધુ 67 કૃષિ ઉદ્યોગ એકમોને 11 કરોડની સહાયનું કૃષિમંત્રી દ્વારા વિતરણ કરાયું

ગાંધીનગરઃ   કૃષિ મંત્રી  રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની સ્થાપના માટે સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા નવા 67  જેટલા કૃષિ ઉદ્યોગકારોને સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. કૃષિ મંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગુજરાતના રાજભવનમાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્થાપના દિન ઊજવાયો

ગાંધીનગરઃ  પહેલી નવેમ્બરનો દિન પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ તરીકે ઊજવાય છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે 1લી નવેમ્બરને બુધવારે  રાજભવનમાં આ 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિભિન્ન રાજ્યોના યુવાનો-લોકકલાકારોએ નયનરમ્ય લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી […]

ગુજરાતમાં ઓક્ટોબર માસમાં 72 લાખથી વધુ કુટુંબોને અનાજ વિતરણ કરાયું: મંત્રી કુંવરજી બાવળીયા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-2023 માં રાજ્યના 72.51 લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું […]

ગુજરાતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી, સુરતમાં બ્રેઈનડેડ નવજાત બાળકના અંગોનું દાન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં તાજેતરમાં જન્મેલુ બાળક કોઈ હલન-ચલન નહીં કરતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તબીબોએ તપાસ બાદ નવજાત બાળકને બ્રેઈનડેડ જાહેર કર્યું હતું. જે બાદ માતા-પિતાએ બાળકના અંગ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબોએ અંગોનું દાન મેળવ્યું હતું. બાળકની બે કીડની, બે આંખ, અને લીવરનું દાન કરાયું હતું. નવજાત બાળકના […]

ગુજરાતમાં એક વર્ષમાં 15751 બનાવોમાં 7168 વ્યક્તિઓના મોત

રાજ્યમાં ઓવરસ્પીડીંગના 95 ટકા જેટલા બનાવો નોંધાયાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના બનાવોને લઈને રિપોર્ટ જાહેર કર્યો અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં માર્ગ અકસ્માતના 15 હજારથી વધારે બનાવો નોંધાયા હતા. આ ઘટનામાં સાત હજારથી વધારે લોકોનું અવસાન થયું છે. 95 ટકા જેટલા અકસ્માત ઓવરસ્પિડીંગના કારણે જ બન્યાનું સામે આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code