1. Home
  2. Tag "gujarat"

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે […]

ગુજરાતમાં રવિવારે ચોરવાડ, ઉપલેટા અને ગળતેશ્વરમાં 6 યુવાનો ડૂબી ગયા, 4ના મૃતદેહ મળ્યાં

અમદાવાદ: ગુજરાતમાં રવિવારના દિવસે ડુબી જવાના અલગ અલગ ત્રણ બનાવોમાં 6 યુવાનો ડુબી ગયા હતા. જેમાં તરવૈયા દ્વારા  શોધખોળ દરમિયાન સાંજ સુધીમાં ચાર યુવાનોના મતદેહ મળ્યા હતા. આ બનાવમાં જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો ડૂબ્યા હતા,તેમજ રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં એક યુવક ડૂબી ગયો હતો. ખેડામાં ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નહાવા પડેલા નદીમાં ત્રણ યુવકો ડુબી ગયા હતા. […]

ગુજરાતમાં એસટીના કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને મોંધવારી ભથ્થામાં વધારો કરીને ચૂકવવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો […]

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. […]

ગુજરાતમાં 2જી ઓક્ટોબરથી ખાદી-પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત પર 20 ટકા ખાસ સહાય અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ખાદીની માન્ય સંસ્થા અને […]

નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 45 લાખ ભણતા બાળકોને સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ અપાયું

ગાંધીનગરઃ ગુજરાત સહિત ભારતભરમાં સપ્ટેબર માસને પોષણ માસ તરીકે વિવિધ રીતે ઉજવવામાં આવે છે ત્યારે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે ગુજરાત સરકારની ‘દૂધ સંજીવની યોજના’ સાચા અર્થમાં ‘સંજીવની’ સાબિત થઇ છે. ‘સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ્ય શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં PMJAY-MA હેઠળ 2.95 લાખ હાર્ટના દર્દીઓને મફત સારવાર અપાઈ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત સરકારની માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ AB PMJAY-MA (આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

પબ્લિક યુનિ. એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ તેમજ જ્ઞાન સહાયક ભરતી મુદ્દે ABVP આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ પબ્લિક યુનિવર્સિટી એક્ટના બીલને મંજુરી આપવામાં આવી છે. આ કાયદાથી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં સેનેટને કોઈ સ્થાન મળશે નહીં એટલે કે વિદ્યાર્થી પ્રતિનિધિત્વને કોઈ સ્થાન રહેશે નહીં. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેના લીધે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code