1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દીવાળી વેકેશન પડશે

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વેકેશન, માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી વેકેશન, ધોરણ 9થી 12ની પ્રિલિમ/બીજી પરીક્ષા 16થી 24મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. અને 6ઠ્ઠી નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. […]

ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાનો વધારો કરાયો

રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ, મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો […]

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે ફાગવેલ રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]

ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500થી વધુ કંપનીઓમાં કરાયો તપાસનો આદેશ

બે કંપનીઓના સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું, MPના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો, MPએ ગુજરાતની બે કંપનીના સિરપ પર રોક લગાવી દીધી અમદાવાદઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થતાં એમપીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં ખતરનાક […]

ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર 1200નું નજીવું માસિક પેન્શન મળે છે

EPS-95 હેઠળ મળતું પેન્શન પ્રતિ માસ રૂ. 10 હજાર કરવા કોંગ્રેસની માગણી, કેન્દ્ર સરકારમાં અનેક રજુઆતો અને સુપ્રિમનો ચૂકાદો છતાં પેન્શન વધારાતુ નથી, કોંગ્રેસના સાંસદો કેન્દ્રના નાણા મંત્રીનો રજુઆત કરશે અમદાવાદઃ દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને લીધે દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને સરેરાશ માત્ર 1200/- જેટલું નજીવું […]

ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેકટરમાં વાવેતર, પ્રતિ હેકટર ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને

7મી ઓકટોબર – વિશ્વ કપાસ દિવસ, ગુજરાતમાં 71 લાખ ગાંસડી કપાસનુ ઉત્પાદન, છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું, ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ, ગાંધીનગરઃ મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં […]

ગુજરાતઃ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષે પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગરઃ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ પર તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારી અને વિદ્યાર્થીોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદેશમાં રહીને ભારતની આઝાદીની ચળવળમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા […]

ગુજરાતઃ દૂધ સંજીવની યોજના હેઠળ 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code