1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 13.62 લાખ મહિલાઓને સહાય ચુકવાઈ

અમદાવાદઃ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં રાજ્યની 13.62 લાખ જેટલી નિરાધાર વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.1250ની સહાય લેખે કુલ રૂ. 1600 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષના બજેટમાં આ માટે રૂ.1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિધવાઓ પણ પુનર્લગ્ન કરીને ફરીથી નવું જીવન શરૂ કરી શકે તે માટે […]

દૂધ ઉત્પાદનમાં ગુજરાત મોખરે,જાણો કેવી રીતે થઇ રહ્યું છે કાર્ય

અમદાવાદ:  શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.21.62 કરોડના ખર્ચે 500 દુધઘર બનાવવામાં આવ્યા છે. પશુપાલન નિયામકની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે રૂ. 14.25 કરોડના ખર્ચે 328થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના […]

ગુજરાતમાં 5 વર્ષમાં 1.71 લાખ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો, જેન્ડર રેસિયામાં પણ પાછળઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,71,325  મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત કરાવ્યો છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ 2021-22માં સમગ્ર દેશમાં 13,65,096 જેટલી મહિલાઓનો ગર્ભપાત થયો હતો. જેમાં ગુજરાતમાં વર્ષ  2021-22માં જ 30187 મહિલાઓનો ગર્ભપાત કરવામાં આવ્યો છે. રાજ્યમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. તેમ કોંગ્રેસ […]

ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસના 2.30 લાખથી વધુ કેસ, પ્રતિદિન 30,000 દર્દીઓ નોંધાઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં મોટાપાયે આંખનો ચેપી ગણાતો કન્જક્ટિવાઇટિસનો રોગ ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના 2.30 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કન્જક્ટિવાઇટિસ ચેપી હોવાથી રોજના સરેરાશ 18થી 30 હજાર સુધીના કેસ છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો છે. સરકારી ચોપડે નહીં નોંધાયેલા કન્જક્ટિવાઈટિસના […]

ગુજરાતને અંગદાનની શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યા પાંચ એવોર્ડ, રાષ્ટ્રીય સ્તરે કરાયું બહુમાન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં થઇ રહેલા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ 3જી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) […]

ગુજરાતમાં 74માં વન મહોત્સવનો આજે CMની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાથી પ્રારંભ કરાશે

ગાંધીનગરઃ  74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઊજવણી આજે તા.3જી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે. 5 મી ઓગષ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમની ઊજવણી થશે.  1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે […]

ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને બાગાયતી પાકોમાં થતા બગાડને અટકાવવા આપશે સહાય: કૃષિ મંત્રી

ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ […]

દેશમાં એક વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડીમાં 164 વ્યક્તિઓના મોત

પાંચ વર્ષમાં 687 જેટલી ઘટનાઓ આવી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે બનાવો જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કસ્ટોડિય ડેથના બનાવો અટકાવવા માટે કામગીરી શરૂ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ કસ્ટડીમાં ભેદી સંજોગોમાં આરોપીઓના મોતની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન દેશમાં એક વર્ષ દરમિયાન કસ્ટોડિય ડેથની 164 જેટલી ઘટના બની હોવાનું જાણવા […]

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ઃ રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 1401 કરોડના રોકાણો માટે 4 MoU

અમદાવાદઃ રાજ્યમાં વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં બીજા […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code