1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ વાવાઝોડાના સંકટ વચ્ચે NDRF-SDRFની 30 જેટલી ટીમ તૈનાત

અમદાવાદઃ બિપરજોય ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતા આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 125 થી 135 કિમી ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં […]

ગુજરાતમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અત્યાર સુધીમાં 47113 લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા. રાહત કમિશનર આલોક પાંડે એ […]

ગુજરાતમાં કરોડોની મિલકતો વેચી IT ન ભરનારાને નોટિસ, 25 હજાર કરોડના સોદા પર વોચ

અમદાવાદઃ ગુજરાતમાં અનેક કરદાતાઓ કરોડોની મિલકતોના વેચાણ બાદ પણ ટેક્સ ભરતા નથી. કે રિટર્નમાં પણ વિગતો દર્શાવતા નથી. આવા કરચારોને શોધી કાઢવામાં આવ્યા છે. અને ITએ કેપિટલ ગેઇન ટેક્સ બાબતે નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે. પાછલા વર્ષોમાં કરાદાતાઓએ જમીન-મકાનના જે સોદા કર્યા છે તેમાં કેપિટલ ગેઇન ટેક્સની ઉઘરાણી માટે જવાબ મંગાયા છે. સમગ્ર રાજ્યના સોદાઓની […]

મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ અંગે તૈયારીના પગલાંની સમીક્ષા કરી

રાજકોટ :  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના ભુજ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી  રૂષિકેશ ગણેશભાઈ પટેલ સાથે ચક્રવાત ‘બિપરજોય’ અંગે કેન્દ્ર અને ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલાં તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી હતી. ચક્રવાત બિપરજોય, “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આરોગ્ય […]

UPSCમાં સફળ થયેલા ગુજરાતના 16 યુવાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 16 યુવાનોને ગાંધીનગરમાં સન્માનીત કર્યા હતા. રાજય સરકારના સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન ‘સ્પીપા’માં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવી આ યુવાનો યુપીએસસી ફાઈનલમાં સફળ થયા છે. આ તાલીમ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 260 યુવક-યુવતીઓએ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી સનદી અને કેન્દ્રિય […]

ગુજરાતમાં બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો રંગેચેગે પ્રારંભ, અંદાજે 12,70 લાખ બાળકોનું નામાંકન કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર રાજ્યમાં તા.12 અને 13 ના દિવસો દરમિયાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા.  મુખ્યમંત્રીને શાળામાં […]

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું 125 કિ.મીની ઝડપે ફુંકાશે, તંત્ર એલર્ટ, NDRFની 12 ટીમો તૈનાત

ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તા.  13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય […]

બિપોરજોય વાવાઝોડા સામે તંત્ર બન્યું એલર્ટ, ભૂજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત

અમદાવાદ: ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો તેમજ જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધ્યું છે. અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવી- જખૌના સાગરકાંઠા તરફ આગળ ધસી રહ્યું છે અને તે પ્રચંડ વાવાઝોડાંમાં ફેરવાયું છે. ગુજરાત સરકારે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

ગુજરાત:વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો,અહીં જાણો વિગતવાર

અમદાવાદ : ગુજરાતના દરિયા કિનારે તા. 14 અને 15 જૂન 2023 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ […]

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code