1. Home
  2. Tag "gujarat"

સરકારી અને ખાનગી શાળાઓ 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળવાટિકા શરૂ કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વાલીઓ દ્વારા વિરોધ ઊઠ્યો હતો. 7 વર્ષમાં એકાદ-બે મહિના બાકી હશે તો પણ તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આથી હવે સરકારે ખાનગી અને સરકારી શાળાઓને 7 વર્ષથી ઓછી […]

કૈલાશ માનસરોવરની યાત્રાનો કાલે 1લીમેથી પ્રારંભ, આ વર્ષે માત્ર નેપાળના માર્ગેથી જઈ શકાશે

અમદાવાદઃ કૈલાસ માનસરોવરની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. કોરોના કાળને લીધે છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રા બંધ હતી. આ વર્ષે દર્શનાર્થીઓ માટે યાત્રાનો આવતી કાલ તા.1લી મેથી પ્રારંભ થઈ રહ્યો છે. હિમાલયની ગિરિકંદરાઓના દુર્ગમ માર્ગથી ટોચ સુધી જનાર પર્વતારોહકો અને ભક્તોમાં કૈલાસ માનસરોવર અનેરો રોમાન્ચ ખડો કરે છે. જો કે આ યાત્રાએ જવા માટે ચાઇના સરકારની મંજૂરી […]

વડોદરીના એમ એસ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરતા વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

વડોદરાઃ ગુજરાતમાં નવા સત્રથી ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફી વધારો કરી રહી છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.દ્વારા ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે. યુનિની તાજેતરમાં સિન્ડિકેટની બેઠકમાં જે કોર્સની ફી 20 હજાર થી નીચે ફી હોય તેમાં 10 ટકા વધારો તેમજ 20 હજારથી […]

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે

અમદાવાદઃ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાયેલા હોવાથી ગામેગામથી શહેરોના પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો ઉમટી પડશે. ઉમદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી […]

સ્ટાર્ટ અપ શરૂ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસરઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ પાલનપુર એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભારતી બનાસકાંઠા દ્વારા આયોજીત ઔધોગિક સંમેલન યોજાયું હતુ. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના વેપારીઓને સંબોધતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને ફાયદો થાય તેવી નીતિઓ બનાવી છે. આ સરકારે નાના ઉદ્યોગકારોને ધંધો- રોજગાર શરૂ કરવા માટે […]

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને જામનગરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદના ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં આજે  સાબરકાંઠાના વડાલી, અને ખેડબ્રહ્મા, તથા સુરેન્દ્રનગરના લખતર, જામનગરના કાલાવડ તેમજ લાલપુરમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે કચ્છના રતનાલમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં ભારે પવન સાથે કરાનો વરસાદ પડ્યો હતો. સાથે જ માધાપર, કોટડા, […]

ગુજરાતમાં રેશનિંગનું અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં હવે 84 જુના કેસો પણ રિ-ઓપન કરાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનું અનાજ આપવામાં આવતું હોય છે. રેશનિંગના દુકાનદારો પુરવઠા વિભાગના ગોદામોમાંથી અનાજ મેળવતા હોય છે. દરમિયાન ઘણા કિસ્સામાં અનાજ કાળા બજારમાં પગ કરી જતું હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા  રેશનિંગના અનાજને કાળા બજારમાં જતું અટકાવવા પુરવઠા નિગમોના ગોદામો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસનું ઉનાળું વેકેશન

અમદાવાદઃ ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસના ઉનાળું વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. આમ તો મોટાભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન જેવો જ માહોલ છે. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાનું હોવાથી માત્ર શિક્ષકો જ શાળાએ આવતા હતા. મોટાભાગની શાળાઓએ પરિણામો પણ જાહેર કરી દીધા છે. હવે સોમવારથી 35 દિવસના વેકેશનનો […]

ગુજરાતનો 63મો સ્થાપના દિન જામનગરમાં ઊજવાશે, પોલીસ પરેડ સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે

જામનગરઃ  ગુજરાત રાજ્યના  63મા ગુજરાત સ્થાપના દિવસની  રંગારંગ ઉજવણી જામનગર ખાતે કરાશે. આ પ્રસંગે  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,  આગામી તા. 1લી […]

ગુજરાતમાં આગામી મે મહિનામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધવાની શક્યતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના છેલ્લા બે મહિના દરમિયાન વાતાવરણમાં અનેકવાર પલટો આવ્યો હતો. હવે ભર ઉનાળે ગઈકાલે મહેસાણા અને જુનાગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એપ્રિલ મહિનો પુરો થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોચી ગયો છે. જોકે મે મહિનામાં પણ મહદઅંશે તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધે એવી શક્યતા નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code