1. Home
  2. Tag "gujarat"

ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ગુજરાત કરશે યજમાની

અમદાવાદઃ કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત યજમાની કરશે. જેમાં વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે. આ સ્પર્ધાનો સમાપન સમારોહ ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને […]

ગુજરાતમાં હવે ફરીવાર 29મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે, માવઠાની શક્યતા

ઉનાળાના પ્રારંભે તાપમાન ઉચકાયા બાદ બેવાર વાતાવરણમાં પલટો આવ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તા. 29મીથી 1લી એપ્રીલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે હાલ બેવડી ઋતુને કારણે રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. એકાએક તાપમાનમાં વધારો થતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વાર […]

ગુજરાતમાં 2900 ગામમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે

ગાંધીનગરઃ 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે. વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે. અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 […]

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 23000 લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી ભારતીય નાગરિકતા છોડી

વર્ષ 2023ની તુલનાએ 2024માં દેશની નાગરિકતા છોડનારાઓમાં ઘટાડો દેશની નાગરિકતા છોડવામાં ગુજરાત ત્રીજાક્રમે વિદેશમાં સારીરીતે સેટલ થતાં લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અમદાવાદઃ ગુજરાતમાં અનેક યુવાનો અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટેલિયા, યુકે સહિત વિવિધ દેશોમાં અભ્યાસ માટે જઈને ત્યાજ નોકરી મેળવીને સ્થાયી થઈ રહ્યા છે. તદઉપરાંત અન્ય લોકોને ગ્રીનકાર્ડ કે પીઆર મળે એટલે નોકરી-ધંધામાં વિદેશમાં […]

ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો, કચ્છમાં અમી છાંટણા સાથે વાદળછાંયુ વાતાવરણ

ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, રાતે ઠંડી અને બપોરે ગરમી ભૂજ અને નખત્રાણા વિસ્તારમાં વરસાદના છાંટણાથી રોડ-રસ્તા ભીંજાયા હવામાન વિભાગ કહે છે, હવે કાલથી તાપમાનમાં વધારો થશે રાજકોટઃ ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમીનો અનુભવ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને રાજ્યના હવામાન વિભાગે તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં જ ગઈકાલ રાતથી […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજુરી અપાઈ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી 21 જિલ્લામાં નવા 34 પ્રા. આરોગ્ય કેન્દ્રોથી ગ્રામીણ લોકોને લાભ મળશે રાજ્યમાં હાલ 1499 પ્રા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે ગાંધીનગરઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે જુદા જુદા ગામડાંઓમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે. આ માહિતી […]

ગુજરાત સહિત દેશભરમાં કાલે 21 માર્ચે ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરાશે

• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ • વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે, ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા‌ 21 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ […]

ગુજરાતમાં હવે તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો રાજ્યભરમાં ઉનાળો વધુ આકરો બનશે દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો અનુભવાશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયા બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે આગામી બે દિવસમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને 22મી માર્ચથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીને વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં […]

ગુજરાતમાં દાયકા બાદ 10મી મેથી સિંહની વસતી ગણતરી હાથ ધરાશે

વનરાજોની વસતીમાં 30 ટકા વધારો થયાની શક્યતા ગીરના જંગલ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સિંહોનો વસવાટ છે વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ દ્વારા સિંહની વસતી ગણતરીનું મોનિટરિંગ કરાશે જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં ગીર જંગલ સહિત રેવન્યુ વિસ્તારોમાં પણ સિહની વસતી વધતા જાય છે. અમરેલી, ભાવનગર અને પોરબંદરના ઘેડ વિસ્તાર અને બરડા ડુંગર વિસ્તારમાં પણ સિંહોએ પોતાનું નવુ રહેઠાણ બનાવ્યું […]

ગુજરાતમાં 7612 અસામાજિક માથાભારે તત્વોની યાદી તૈયાર, પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી

પોલીસે તૈયાર કરેલી યાદીમાં 3264 બુટલેગરો, 179 ખનીજ માફિયાનો સમાવેશ માથાભારે તત્વો સામે પાસા અને હદપારી સહિત અટકાયતીના પગલાં લેવાશે ગુંડાગીરી કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાદ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code