1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા […]

ગુજરાતમાં વન વિભાગના રોજમદાર કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત

ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી વન વિભાગના રોજમદારોને લઘુતમ વેતન મુજબ પુરો પગાર પણ અપાતો નથી બાકી વેતન નહીં ચૂકવાય તો રોજમદારો આંદોલન કરશે અમદાવાદઃ રાજ્યના વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓ દર મહિને પગારની રાહ જોઈ રહ્યા છે. […]

ગુજરાતમાં આજથી આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ

આરટીઈમાં પ્રવેશ માટે 13 કેટેગરીને અગ્રતા અપાશે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય એવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાશે અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ અપાશે અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં આજે તા. 28મી ફેબ્રુઆરીથી આરટીઈ ( રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. જે 12 […]

ગુજરાતમાં તાપમાનનો પારો વધશે, અનેક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો હવામાન વિભાગના ડાયરેકટરના જણાવ્યા અનુસાર […]

ગુજરાતમાં બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચશે, યલો એલર્ટ અપાયું

અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત શહેરોમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું આગામી 48 કલાકમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે દરિયાકાંઠા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આજે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોચ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન […]

ગુજરાતમાં તમામ પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં કરાયો અઢી ગણો વધારો

રાજ્યના પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં વધારો ગયા વર્ષની 8મી નવેમ્બરથી મંજુર કરાયો તફાવતની રકમ આવતા મહિનો પ્રધાનોને પગારમાં મળી જશે 12 માર્ચે ભાજપના ધારાસભ્યો સાથે મળીને રંગેચંગે હોળીની ઉજવણી કરશે. અમદાવાદઃ ગુજરાત સરકારે તમામ મંત્રીઓ યાને પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં અઢીગણો વધારો કર્યો છે. પ્રવાસ ભથ્થામાં 8મી નવેમ્બરથી વધારો મંજુર કરાતા મંત્રીઓને આવતા મહિનાના પગારમાં તફાવતની કરમ […]

27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બેવડું હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે, પરંતુ બપોરે અચાનક તે વધી જાય છે. હાલમાં ગુજરાતનું તાપમાન 19-35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. દરમિયાન, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અને તાપમાનમાં ફેરફારને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વરસાદની શક્યતા છે. હવામાન […]

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલે યોજાશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦૦થી વધુ એ.ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે, કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા હતા ભાજપ સરકારે ગુજરાતનું દેવું વધીને વર્ષ ૪,૪૩,૭૫૩.૩ કરોડે પહોંચાડ્યુ છેઃ ગોહિલ અમદાવાદઃ પુ.મહત્મા ગાંધી સરદાર સાહેબનાં પાવન ધારા ગુજરાત પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધિવેશન માટે યજમાન બનવા માટે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ […]

સીસીટીવી લીકેજ કેસમાં પોલીસની કામગીરીની હર્ષ સંઘવીએ કરી પ્રશંસા

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી […]

ઉનાળાના આગમન પહેલા જ યલો એલર્ટની આગાહી, રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી

દરિયાકાંઠા વિસ્તારમાં 5 દિવસ બફારા સાથે તાપમાનમાં વધારો થશે અરબ સાગરમાં ભેજને લીધે બફારો લોકોને અકળાવશે આ વખતે ઉનાળો વધુ આકરો બનશે અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમી અનુભવાય રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code