1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 62માં સત્તા મેળવી, જુનાગઢનો ગઢ પણ કબજે કર્યો

સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી મહેમદાવાદમાં ભાજપએ જીતની ખૂશીમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવતા વિવાદ ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્યની અને જુનાગઢમાં ભાજપના ગિરીશ કોટેચાના પૂત્રનો પરાજ્ય, અમદાવાદઃ ગુજરાતમાં 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 62 નગરપાલિકા ભાજપે કબજે કરી છે, જ્યારે જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે વિજયી મેળવ્યો છે. ભાજપે […]

ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ

ગાંધીનગરઃ ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ જેવી […]

મહારાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયક ગુજરાતની મુલાકાતે

ગાંધીનગરઃ મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઇ, વાહન વ્યવહાર વિભાગ તેમજ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન […]

ગુજરાતઃ પોલીસ વિભાગમાં 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે

અમદાવાદઃ દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો PILમાં સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ પોલીસ ભરતીને લઇને વધુ વિગતો રજૂ કરાઇ હતી.પોલીસ વિભાગની ખાલી કૂલ 25,660 જગ્યાઓ પૌકી 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંગેની જાહેરાત પણ બહાર […]

ગુજરાતમાંથી ઠંડી જઈ રહી છે, ધીમે ધીમે તાપમાન વધશે

ગુજરાતમાંથી ઠંડીની ઋતુ હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. દરમિયાન, હવામાન વિભાગ તરફથી એક અપડેટ બહાર આવ્યું છે, જે જણાવે છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકો બેવડું હવામાન જોઈ રહ્યા છે. રાજ્યમાં લોકો સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ કરે છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. […]

ગુજરાતઃ ર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું

શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી, સુરતમાં પ્રથમ ‘નગરવન’ વિકસાવવામાં આવ્યું છે. ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂ.1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે. મરીન લાઈફનો […]

ગુજરાતમાં UCC ના ડ્રાફ્ટ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. […]

ગુજરાતના પ્રાથમિકતા ક્ષેત્રમાં 2025-26 દરમિયાન ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન ગત વર્ષ કરતાં 40% વધુ: નાબાર્ડ

નાબાર્ડે સ્ટેટ ફોકસ પેપર જારી કરતાં આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કર્યું હતું. નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક બી. કે. સિંઘલે જણાવ્યું કે રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં વર્ષ 2025-26માં ₹4.93 લાખ કરોડની ઋણ […]

ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત

PM મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે નાગરિકોનું આકર્ષણ વધ્યું: કૃષિ મંત્રી, મહોત્સવમાં રૂ. 62 કરોડના પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ મહોત્સવમાં હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વાનગીઓનો આસ્વાદ માણ્યો અમદાવાદઃ ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન […]

ગુજરાતઃ ખાનગી ક્ષેત્રે સેવા આપતા તબીબોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

અમદાવાદઃ ગુજરાત સરકારે ખાનગી તબીબી સેવા આપતા તબીબો અને તબીબી સેવા આપતી સંસ્થાઓએ 31 માર્ચ પહેલાં પોતાની સંસ્થા કે હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સરકારની ઓનલાઈન વેબસાઈટ પર કરાવવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહી કરાવામાં આવે તો દંડ વસૂલવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારમાં કે સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code