1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટાઢાબોળ પવનોને લીધે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો

15 કિમીની ઝડપે પવન ફુંકાતા વાસી ઉત્તરાણે પણ પતંગરસિયાઓને મોજ પડી કાલથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે અમદાવાદઃ ગુજરાતમાં આજે વાસી ઉત્તરાણે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ […]

ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ

પતંગની દોરીએ 9 લોકોનો ભોગ લીધો દહોદ અને ખેડા જિલ્લામાં 7 લોકોના મોત 108ને 4256 ઈમજરજન્સી કોલ મળ્યા, અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાણના દિવસે અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 108 ઈમરજન્સીને 4256 કોલ મળ્યા હતા. […]

ગુજરાતમાં વર્ષ-2024 માં 119 અંગદાનથી 387 વ્યક્તિઓને નવજીવન મળ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે. દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા […]

ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે માંદગીની રજાનો લાભ મળશે

કર્મચારીઓએ મેડિકલ સર્ટી સાથે રજા ફોર્મ ભરવું પડશે ફિક્સ પગારના કર્મીઓને પુરા પગારમાં 10 દિવસ અને અડધા પગારમાં 20 રજા મળશે સરકારના નિર્ણયને કર્મચારીઓએ આપ્યો આવકાર ગાંધીનગરઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયમાં રજાનો લાભ આપવાની જાહેરાત કરતા ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત થઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયે રજાનો લાભ આપવા […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે

લઘુત્તમ તાપમાનમાં 5થી 6 ડિગ્રીનો ઘટાડો ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ ઠંડીમાં વધારો કર્યો કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યુ અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ લોકોને ધ્રુજાવી દીધા છે.બેથી ત્રણ દિવસ ઠંડીમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ […]

ગુજરાતઃ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે સરકારે રૂ. ૧૮૮ કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ૧૮૮ કરોડ રૂ.ના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી […]

ગુજરાતઃ 14 થી 30 જાન્યુઆરી સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયું’ ઉજવાશે

ગાંધીનગરઃ રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ […]

ગુજરાતના 11 વર્ષીય દીકરાએ રૂબિક્સ ક્યુસ ઉકેલવામાં બનાવ્યો રેકોર્ડ

સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે, તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે. અડાજણની પ્રેસિડેન્સી સ્કુલમાં ધો.5માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર, સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળવયે 1997-98માં જિમ્નાસ્ટીકસની વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા, સાર્થકે […]

ડિજીટલ ઈન્ડિયા, ગુજરાતમાં 25,000 ફાઈબર-ટુ-હોમ જોડાણ આપવામાં આવશે

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં […]

ગુજરાતમાં કાલે શનિવારથી 4 દિવસ સરકારી કર્મચારીઓમાં રહેશે રજાનો માહોલ

કાલે બીજો શનિવાર અને રવિવારે જાહેર રજા રહેશે કર્મચારીઓ સોમવારે એક દિવસની રજા લેશે તો 4 દિવસની સળંગ રજા મળી રહેશે મંગળવારે ઉત્તરાણની જાહેર રજા રહેશે અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કાલ તા.11મી જાન્યુઆરીથી ચાર દિવસ રજાનો માહોલ રહેશે. એટલે કે કાલે શનિવારે બીજો શનિવાર હોવાથી રજા રહેશે, રવિવારે જાહેર રજા રહેશે. અને સોમવારે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code