1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ
ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ

ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ

0
Social Share
  • પતંગની દોરીએ 9 લોકોનો ભોગ લીધો
  • દહોદ અને ખેડા જિલ્લામાં 7 લોકોના મોત
  • 108ને 4256 ઈમજરજન્સી કોલ મળ્યા,

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાણના દિવસે અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 108 ઈમરજન્સીને 4256 કોલ મળ્યા હતા. તેમજ 1400થી વધુ પશુ-પંખીઓને ઈજાઓ થઈ હતી. કાલે ઉત્તરાણ અને આજે વાસી ઉત્તરાણે પવન સાનુકૂળ રહેતા પતંગરસિયાઓને મોજ પડી ગઈ હતી.સમગ્ર રાજ્યમાં ઉતરાયણ અને વાસી ઉત્તરાણનો તહેવાર ધામધૂમ અને હર્ષોલ્સાસથી ઉજવાયો હતો.

ગુજરાતભરમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈકાલે ઉત્તરાણના દિને પતંગની દોરી અને વીજ કંટને લીધે  નવ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. જેમાં દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હતા.સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. પતંગની દોરીથી 1400 થી વધારે પશુ-પંખીઓ ઘાયલ થયા હતા.

રાજ્યમાં મકરસંક્રાતિની ઉજવણી વચ્ચે પતંગની દોરી અને વીદ કરંટથી 9 લોકોનો ભોગ લીધો હતો રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતુ

આ ઉપરાંત મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નિપજ્યું હતુ. બનાવની વિગતો મુજબ, માનસાજી પોતાના બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.મૃતકના ભાઈ મોનાજી ઠાકોરે જણાવ્યું કે માનસાજી ઘર નજીક પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ બાળકોના પિતા એવા માનસાજીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

જ્યારે વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે. આ પૈકી પાંચ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળુ કપાવતી મોત નીપજ્યું છે. શહેરમાં એક બનાવ ધાબા ઉપરથી પડી જવાનો બનાવ બન્યો હતો. જે વ્યક્તિ હજુ બેભાન અવસ્થામાં છે.

ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે અબોલ પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો નોંધાયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળી ચૂક્યા છે. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code