1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં તાપમાન 3 ડિગ્રી નોંધાયુ

ગુજરાતમાં હજુ ઉત્તરાણ સુધી કડકડતી ઠંડી અનુભવાશે ઉત્તર-પૂર્વ બર્ફિલા પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રાજકોટમાં તાપમાન 7.3 ડિગ્રી નોંધાયુ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનોને લીધે કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઇ રહી છે. ભુજના નલિયામાં […]

ગુજરાત: 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા

અમદાવાદઃ વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને શું લાભ થઈ રહ્યો છે, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં  ગુજરાતના […]

ગુજરાતઃ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી […]

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, કચ્છના નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન

ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યા માઉન્ટ આબુમાં માઈનસ-2, બરફની ચાદર છવાઈ અમદાવાદ સહિત અન્ય શહેરોના તામપાનમાં પણ થયો ઘટાડો અમદાવાદઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત વિસ્તારોમાં હીમ વર્ષા થતાં અને ઉત્તર-પૂર્વ તરફથી ફુકાતા પવનોને લીધે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો કડકડતી […]

ગુજરાતઃ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે રૂ. 778.74 કરોડ મંજુર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે 778.74 કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ગુજરાતમાં NH-48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48 (દિલ્હી-ચેન્નાઈ)ને પાર કરવા માટે 210 મીટર લાંબા PSC (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ) પુલનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ પુલ 72 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરે છે અને તેનો ગાળો 40 m + 65 […]

ગુજરાતમાં ઠંડી હજુ વધશે, તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસોની રાહત બાદ રાજ્યમાં ફરી ઠંડીનો કહેર શરૂ થયો છે. આ સાથે ગુજરાતમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 13-14 ડિગ્રીની આસપાસ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરનો નજારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં હવે ઠંડીનું જોર વધશે

આગામી ત્રણ દિવસ ઠંડીમાં ક્રમશઃ વધારો થશે ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા બર્ફિલા પવનોને લીધે ઠંડીમાં વધારો કચ્છનું નલિયા સૌથી વધુ ઠંડુગાર અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીમાં ત્રણ દિવસ થોડી રાહત રહ્યા બાદ આજે સોમવારથી ફરીવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવે આગામી ત્રણ-ચાર દિવસ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને […]

ભારતમાં HMPV વાયરસની દસ્તક, 3 કેસ આવ્યા સામે

નવી દિલ્હીઃ ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં પણ HMPV વાયરસના કેસો દેખાવા લાગ્યા છે. બેંગલુરુ બાદ ગુજરાતના અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતમાં અત્યાર સુધીમાં HMPV વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી બે કેસ કર્ણાટકમાંથી અને હવે એક કેસ અમદાવાદ, ગુજરાતમાંથી નોંધાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code