1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે
ગુજરાતઃ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે

ગુજરાતઃ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. 

આ વર્ષે પણ રાજ્યભરમાં આવતીકાલે તા. 10 થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ ગાંધીનગરથી વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા  જોઈએ.સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. 

મંત્રી મુળુ બેરાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના 31,400થી વધુ પશુઓને તેમજ 65,700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17,600થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં 2,400 જેટલા પશુઓ અને 15,200થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણાઅભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code