1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ 3 વીજ મથકોને સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને […]

ગુજરાત રોગપ્રતિકારક રસીકરણમાં અગ્રેસર: 2024 SDG રિપોર્ટ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય વિષયક સેવા – સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. બાળકોને આપવામાં આવતી રોગ પ્રતિરોધક રસીકરણમાં પણ ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં નિતી આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ષ 2024ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં […]

ગુજરાતઃ ઈમ્પેક્ટ ફી સંદર્ભે સરકારનો મહત્વનો નિર્ણય

4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે ઈમ્પેક્ટ ફી અંગેના આ નિર્ણયનો ટુંક સમયમાં અમલી બનશે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરો અને નગરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન મહેસાણાના વિજાપુરમાં સવારે […]

કવિ નર્મદની જન્મજ્યંતિઃ કોલેજકાળ દરમિયાન પાંચ- છ મિત્રો સાથે મળીને પુસ્તકાલયનો પ્રારંભ કર્યો હતો

        *નર્મદ:જીવનભરનો જોદ્ધો* આજે ડિજિટલ મીડિયાના જમાનામાં પત્રકારત્વના રંગઢંગ બદલાયેલા છે.સત્ય અને સત્વનું સ્થાન કોલાહલ અને કલેશે લઈ લીધુ છે ત્યારે ગુજરાતી પત્રકારત્વને દિશાનિર્દેશ કરનારા મહામાનવ પત્રકાર,કવિ નર્મદને તેમના ૧૯૨માં જન્મદિવસે અચુક યાદ કરવા પડે તેવી સ્થિતિ છે.આવો આ જીવનભરના જોદ્ધાના જીવન,ટેક અને પત્રકારત્વ પર એક દ્રષ્ટિપાત કરીએ. મહામાનવ કવિ નર્મદ યાને નર્મદાશંકર લાલશંકર દવેનો […]

બુટલેગરોના વાહનોની હરાજી કરી નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર થયુ.વિધાનસભા ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના તમામ જૂના કાયદાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે અને સમયની માંગ સાથે સમાજહિતને કેન્દ્રમાં રાખીને કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે તેવો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કર્યો છે. જે અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન […]

ગુજરાતઃ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ ગૃહમાં પસાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ અંગેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો .ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ-૨૫૨થી મળેલી સત્તાની રૂએ સંસદે પસાર કરેલ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક : ૫) સ્વીકારવા માટે આજે તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.પર્યાવરણ મંત્રી મુળુભાઇ […]

રાજ્યમાં સરકાર દ્વારા લોન મેળાઓનું આયોજન કરી 21978 લોકોને રૂ. 262 કરોડની લોન અપાવાઈ

વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન  કુલ-1648 લોકદરબારોનું આયોજન આ લોકદરબાદમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે  મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, […]

ગુજરાતમાં વડોદરા સિવાય જુનિયર તબીબોની હડતાળનો આવ્યો અંત

તબીબોની સંપૂર્ણ સુરક્ષાની સરકારે આપી ખાતરી, સરકારી હોસ્પિટલોમાં CRPFના જવાનો તૈનાત કરાશે, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવના વિરોધમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આમ, 16 […]

નો પ્લાસ્ટીક અભિયાનઃ વિવિધ મંદિરોમાં કાપડની થેલીઓ માટે 14 મશીન લગાવાયાં

ધાર્મિક સ્થળો ઉપર 60 દિવસમાં 5 હજારથી વધારે બેગનું વિતરણ 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીનો લગાવવા બે મહિનામાં 9500થી વધારે બોટલ રિસાયકલ કરાઈ અમદાવાદઃ ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પ્લાસ્ટિકના ઉપયોગ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code