1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં થોડા વિરામ બાદ મેધરાજાની બેટિંગ, 193 તાલુકામાં વરસાદ, પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. આજે સોમવારે બપોર સુધીમાં 182 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા 6 ઈંચ,  વિસનગરમાં 6 ઈંચથી વઘુ, મહેસાણા શહેરમાં સાડા 5 ઈંચથી વધુ, લૂણાવાડામાં સાડાચાર ઈંચ, અરવલ્લીના મોડાસામાં 4 ઈંચથી વધુ, વિજાપુર અને હિંમતનગરમાં 4 ઈંચ વરસાદ બપોર સુધીમાં પડ્યો હતો. આમ આજે […]

બિહાર માટે કરોડો રૂપિયા ફાળવી શકાતા હોય તો ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્તો માટે કેમ નહીઃ કોંગ્રેસ

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગોંડલના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, બિહાર પૂર નિયંત્રણ […]

વિકસિત ભારત@2047 ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: ગુજરાતના મુખ્યમંત્રી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ​મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર કર્યો છે. ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ […]

ગુજરાતઃ જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં નવી 665 દવાનો ઉમેરો

અમદાવાદઃ રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) ૨૦૨૪-૨૫માં નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કેઅગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૩૮૨ થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, મૃત્યુઆંક 44ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીઓનાં મૃત્યુ થયા છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 124 કેસ નોંધાયા છે. હાલમાં, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 54 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 54 ટકા વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી 8નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં તાપી, ડાંગ, મહિસાગર, નર્મદા સહિત જિલ્લાઓમાં સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 54 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જોકે રાજ્યના 8 તાલુકામાં સીઝનનો બેથી 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 82 […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને બીજીબાજુ વરસાદી સીઝનને લીધે વાયરલ બિમારીના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. તે બીજીબાજુ ચાંદીપુરા વાયરસ પણ વકરી રહ્યો છે. તેના લીધે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોની સરકારી અને ખાનગી  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર […]

ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ […]

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 9,35,000 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં ગુજરાતમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો સંકલ્પ છે. ચાલુ ખરીફ સીઝનમાં નવા 18,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત ઉચ્ચ અધિકારીઓ અને સંયોજકોની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ સ્પીચમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code