1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

અમદાવાદઃ રાજ્ય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહે૨ ક૨વામાં આવે છે. • શિક્ષણ વિભાગના તા.22/06/2011ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ. • આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસથી બચવા આટલું કરો…

રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટર્સ પણ જોડાયા છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને કાબુમાં લેવા ચર્ચા કરવામાં આવશે. હાલ રાજ્યમાં ચાંદીપુરાના 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે… જેમાં 19 ના મૃત્યુ નીપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે. હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે. તો આરોગ્ય વિભાગે […]

ગુજરાતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક સીધી ફ્લાઈટ સેવા શરુ થશે

અમદાવાદઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંગ્કોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંગ્કોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે. તે સાથે સુરત […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 20 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવા છતાંયે મેધરાજા મન મુકીને વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો પણ ગોરંભાયા છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફોરો પણ વધ્યો છે. અને વરસાદ તૂટી પડશે એવો માહોલ હોવા છતાયે વરસાદ પડતો નથી. આજે બુધવારે દિવસ દરમિયાન 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, […]

ગુજરાતઃ માર્ગોના ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન માટે 1470 કરોડની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે ઔદ્યોગિક […]

ગુજરાતમાં GMERS કોલેજની ફીમાં કરાયો ઘટાડો, સરકારી ક્વોટામાં 3.75 લાખ, મેનેજમેન્ટમાં 12 લાખ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની 13 GMERS કોલેજની 2100 બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે. તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં  પ્રવર્તમાન રૂ. 5.50  લાખ ફી […]

ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં મગફળીનું 17.23 લાખ હેકટરમાં વાવેતર, કપાસના વાવેતરમાં ઘટાડો

રાજકોટ :  ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતોએ છેલ્લા એક પખવાડિયાથી વાવાણીનું કાર્ય શરૂ કર્યુ છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું વધુ વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તા. 15 જૂલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54.30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી પૂર્ણ થઈ છે. અને આશરે 40 ટકા […]

ગુજરાતના 107 નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી, છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવી શકી નથી

ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને […]

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ વરસાદ 31 ટકા વરસ્યો, સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.16 જુલાઈ-2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 7 ઇંચ, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code