1. Home
  2. Tag "Gujarati Headlines"

દિવાળી અને 6ઠ્ઠ પૂજન માટે બિહાર અને યુપી ગયેલા શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં ભારે ભીડ

શ્રમિકો સમયસર પરત ફરતા ઉદ્યોગકારોને રાહત, શ્રમિકોને અભાવે અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, બિહાર-યુપી તરફથી આવતી ટ્રેનોમાં નો-વેકન્સીની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરો અને કચ્છના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતના શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે. આ શ્રમિકો દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે પરિવાર સાથે પોતાના […]

ભારતીય યાત્રાળુઓ માટે 175,025 હજ ક્વોટા સુરક્ષિત કરવામાં આવ્યો, ભારત-સાઉદી અરેબિયા વચ્ચે કરાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2026 માટે દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, ભારતનો હજ ક્વોટા 175,025 હજયાત્રીઓ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત-સાઉદી અરેબિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું. હજ 2026 માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય […]

ચોટિલાના મોલડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું

નાયબ કલેક્ટરની ટીમે પાડ્યો દરોડો, 2 JCB, 4 ટ્રેક્ટર સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યની સંડોવણી ખૂલી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સાયલા, ચાટિલા, થાન અને મુળી વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બને છે. ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી સર્વે નંબર 282વાળી જમીન પર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ, ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો

ફુલોની ખેતીમાં ધ્રાંગધ્રા તાલુકા મોખરે, ખેડૂતો ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુનું પણ વાવેતર કરવા લાગ્યા, ફુલોની ખેતીથી ખેડૂતોને વધુ ફાયદો થયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની […]

નવા બંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી, ટંડેલ સહિત 9 ખલાસીઓનો બચાવ

ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ, બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં ડૂબી ગઈ, પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો કરાયા ઊનાઃ નવાબંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલી એક બોટ ડૂબી જતા નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી બોટ પર સવાર ટંડેલ […]

પીટીસીના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ટેટ-1ની પરીક્ષા આપી શકશે

સરકારના નિર્ણયથી 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે, 18મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, પીટીસીના વિદ્યાર્થીઓને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે. અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ટેટ-1 પરીક્ષા પાસ કરેલી હોવી જાઈએ. આ પરીક્ષામાં […]

ઉદ્યોગપતિઓને દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતોના કેમ નહીઃ શક્તિસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરાયું, કૃષિમંત્રી ભાવનગર જિલ્લાની પીડા પણ સમજી શકતા નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. આથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ કરાયો હતો. કોંગ્રેસની ખેડૂત યાત્રા ભાવનગર […]

રાજકોટના પેંડા ગેન્ગના 17 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

પેંડા ગેન્ગના 17 શખસો સામે હત્યા, બળાત્કાર, લૂંટ સહિત 71 ગુના નોંધાયેલા છે, રાજકોટમાં પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી, પોલીસે પેંડા ગેન્ગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાજકોટઃ શહેરમાં પોલીસની કડકાઈ છતાંયે ગુનાઈત પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પેંડા અને મુર્ગા ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ […]

વડોદરામાં રખડતા ઢોરે બે બાઈકચાલકોને અડફેટે લીધા, એક બાઈકચાલકનું મોત

વડોદરાના મહેસાણાનગર નજીક ગાયની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરાના સોમા તળાવ પાસે બુલેટચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બે બનાવો બન્યા છે. પ્રથમ બનાવ શહેરના મહેસાણાનગર પાસે  બાઈકે ગાયને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના સોમા […]

સુરતમાં એમેઝોન કૂરિયરમાંથી 3 ડિલિવરીમેને કરી મોબાઈલની ચોરી, 4ની ધરપકડ

આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કરાયો, ચોરીનો માસ્ટરમાઇન્ડ મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ પ્રાઇવેટ નોકરી કરતો હતો, કૂરિયરના ડિલિવરી બોયની મદદથી પાર્સલમાંથી ચોરી કરાતી હતી, સુરતઃ એમેઝોન કૂરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતા ત્રણ ડિલિવરીબોય સહિત 4 શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 4 આરોપીઓ  પાસેથી કુલ 2,32,000ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code