1. Home
  2. Tag "Gujarati Headlines"

પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ખટરાગ, મહિલા પ્રમુખે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

ભાજપના જ 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ બનતા હોવાનો આક્ષેપ, જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છેઃ પ્રમુખ, પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ચાલી રહેલી ટાંટિયાખેંચ પાટણઃ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે ટાંટિયાખેંચ ચાલી રહી છે. તેના કારણે વિકારના કામોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને […]

ભૂજના હોડકો ગામે 17મો બન્ની પશુ મેળો યોજાયો, માલધારીઓ ઉમટી પડ્યાં

પશુ મેળામાં ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી, નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂ.51 લાખમાં વેંચાઈ, સ્થાનિક કચ્છીમાંડુંઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા, ભુજઃ કચ્છમાં બન્નીની બન્ની વિસ્તરની ભેસો વધુ દૂધ આપતી હોવાથી માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પશુપાલકો બન્નીની ભેંસ ખરીદવા માટે આવતા હોય છે. પશુપાલકો […]

બનાસકાંઠાના અમીરગઢમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી

વહેલી સવારથી યુરિયા ખાતર મેળવવા ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી, રવિ સીઝનની વાવણી ટાણે જ ખાતરની તંગી સર્જાઈ, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા ખેડૂતોએ માગ કરી, પાલનપુરઃ જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની તંગીને લીધે પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ રવિસીઝનના […]

સાયલાના ઈશ્વરિયામાં લોકોએ વીજ ચેકિંગમાં આવેલા PGVCLના કર્મીઓ પાસે આઈકાર્ડ માગતા બબાલ

ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો, PGVCLના અધિકારીઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી, ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવતા અધિકારીઓને પરત ફરવાની ફરજ પડી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વીજ લાઈન લોસ વધતો જતા અને વીજચોરીની ફરિયાદો વધતા પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં પીજીવીસીએલના કર્મચારીઓ […]

સાસણગીરના સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરતા સાયબર માફિયાઓ

ઓનલાઈન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા, વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટ બનાવી જૂનાગઢઃ સાયબર માફિયાઓ છેતરપિંડી માટે પ્રવાસન સ્થળોની હોટલો કે સરકારી સેવા સદનની ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસે બુકિંગ લઈને છેતરપિંડી કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. […]

માવઠાને લીધે ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતોએ ઊભો પાક નાશ કર્યો

ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો, ઘોઘાના કુકડ ગામના ખેડૂતે 7 વિધા ડુંગળીના ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું, એક બાજુ પુરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ડુંગળીના પાકમાં રોગચાળાથી ઉત્પાદનને અસર ભાવનગરઃ ગોહિલવાડમાં મહુવા અને તળાજા સહિત તાલુકાઓમાં ડુંગળીનો મબલખ પાક થયા છે. પણ આ વખતે માવઠાને કારણે ડુંગળીના પાકને […]

રાજકોટમાં રેશનિંગના પુરવઠાની વિલંબથી ફાળવણીને લીધે વિતરણ વ્યવસ્થાને અસર પડી

રેશનિંગ દૂકાનદારોની હડતાળ બાદ પુરવઠાની ફાળવણી વિલંબથી કરાઈ, રેશનિંગધારકોને અનાજ ન મળતા અસંતોષ, રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા રાશનનો જથ્થો પહોંચ્યો નથી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રેશનિગનો પુરવઠાની ફાળવણીમાં થયેલા વિલંબને કારણે રેશનિંગની દૂકાનોમાં સ્ટોક ન હોવાથી કાર્ડધારકોને અનાજ સહિતની ચિજ-વસ્તુઓનું વિતરણ થઈ શક્યુ નથી. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી UG સેમેસ્ટર-5 અને PG સેમેસ્ટર -3ની પરીક્ષા લેવાશે

115 કેન્દ્રો પરથી સ્નાતક સેમેસ્ટર-5ની પરીક્ષાઓ લેવાશે, અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષા 50 હજીરથી વધુ વિદ્યાર્થીઓ આપશે, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 89 ઓબ્ઝર્વર ફરજ બજાવશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11મી નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. સ્નાતકના સેમેસ્ટર 5ની પરીક્ષા 115 કેન્દ્રો પરથી લેવાશે, જ્યારે અનુસ્નાતક સેમેસ્ટર-3ના 50,228 […]

જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી

જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. સાંજે જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા અનુસાર,  દરિયાકાંઠે 6.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇવાતેમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઇવાતે પ્રીફેક્ચરના ઓફુનાટો શહેરમાં 2,825 દરિયાકાંઠાના ઘરો માટે સ્થળાંતરનો […]

જૂનાગઢના ગિરનારમાં રિલ બનાવવા 6 યુવાનોએ પગથિયા ચડવાને બદલે જોખમી ટ્રેકિંગ કર્યુ

ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી, વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો, થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો, જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code