1. Home
  2. Tag "Gujarati Headlines"

વડોદરા એમ એસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સામારોહ યોજાયો

M S યુનિમા 74માં પદવીદાન સમારોહમાં 354 વિદ્યાર્થીઓને સૂવર્ણપદકો અપાયા, જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે, રાજ્યપાલ શિક્ષણનો વ્યાપ વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે: શિક્ષણ મંત્રી  વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના […]

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓને કેમિકલથી હુમલો કરવાનો પ્લાન હતો

આતંકીઓએ હુમલા માટે રાઈઝિન નામનું ઝેર બનાવ્યુ હતું, રાજસ્થાનથી હથિયારો મેળવીને કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, ત્રણેય આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 40 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું  અમદાવાદઃ ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીવાદીઓને  ઝડપી પાડ્યા છે. આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલા એટીએસએ દબોચી […]

સેમિકન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ઇન્ટેલના મુખ્ય કાર્યકારી અધિકારી લિપ-બૂ ટેન સાથે મુલાકાત કરી, જેથી સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ઇન્ડિયા એઆઇ મિશનને અનુરૂપ ભારતમાં સેમિકન્ડક્ટર અને એઆઇ કામગીરીને વિસ્તૃત કરવાની ઇન્ટેલની યોજનાઓ અંગે ચર્ચા કરી શકાય. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2021 માં ફેબ્રિકેશન, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે 76 હજાર કરોડ […]

આસામના ધોધમાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો, બે હજી પણ ગુમ

નવી દિલ્હી: આસામમાં આઇટીના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ ઘણા સમયથી ગુમ હતા. એવી આશંકા હતી કે તેઓ ધોધમાં પડી ગયા હશે. એક વિદ્યાર્થીનો મૃતદેહ હવે મળી આવ્યો છે, પરંતુ બે અન્ય હજુ પણ ગુમ છે. મૃતકની ઓળખ 20 વર્ષીય સર્વકૃતિકા તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશની રહેવાસી છે. સર્વકૃતિકા આસામના સિલચરમાં આવેલી NIT કોલેજમાં પ્રથમ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી નિમિત્તે આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પીએમ પાક વીમા યોજના હેઠળ અઠ્ઠાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 62 […]

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના લોકોને સ્થાપનાની રજત જયંતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાની રજત જયંતિ પર રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડે રાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે કુદરતના ખોળામાં વસેલી આ દૈવી ભૂમિ આજે પર્યટનની સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી […]

રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી કરેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા અનેક ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: રશિયાએ સમગ્ર રાત્રિ દરમ્યાન યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયા. બે પરમાણુ પાવર પ્લાન્ટના સબસ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે આ હુમલા પૂર્વયોજિત હતા અને રશિયા જાણી જોઈને યુરોપમાં પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું હતું. નીપર શહેરમાં ડ્રોન હુમલામાં ત્રણ લોકો […]

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં, 11 નવેમ્બરના રોજ 20 જિલ્લાઓમાં ફેલાયેલા 122 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. અંતિમ તબક્કામાં, 3.7 કરોડથી વધુ મતદારો 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે પ્રચારના છેલ્લા દિવસે, વરિષ્ઠ પ્રચારકો, સ્ટાર પ્રચારકો અને NDA, મહાગઠબંધન અને […]

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે વાટાઘાટો માલ અને સેવાઓમાં વેપાર, આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ સકારાત્મક હતી અને મજબૂત, આધુનિક અને સંતુલિત વેપાર ભાગીદારીના સહિયારા ધ્યેયને પ્રતિબિંબિત કરે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે રાજધાની લુઆન્ડા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પહેલી મુલાકાત છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે બંને દેશો વચ્ચે આ બીજી ઉચ્ચ-સ્તરીય બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code