1. Home
  2. Tag "Gujarati news"

કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. સરકાર આવનારી મંત્રીમંડળની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી આધારિત બોનસના પ્રસ્તાવને લીલી ઝંડી આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ જાહેરાત તાત્કાલિક થઈ શકે છે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે, જેથી તેમના યોગદાન અને […]

નવરાત્રીમાં તા.26મીથી 1લી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

મુસાફરી માટે ફક્ત રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે, સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય 1નો રહેશે, એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે,    અમદાવાદઃ શહેરમાં દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી નવરાત્રી ઉત્સવમાં યુવક-યવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે […]

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું, આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે, પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે, અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે […]

અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ‘સાયકો કિલર’ વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

ગાંધીનગર : અડાલજના લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયેલા સાયકો કિલરને આજે પોલીસની ટીમ તપાસ અર્થે ઘટના સ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન ઉપર પોલીસ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ આરોપી વિપુલ પરમારે કર્યો હતો. દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં આરોપીનું મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી […]

પાટણમાં દૂધ સાગર ડેરીના ચેરમેન સામે પશુપાલકોની રેલીની મંજુરી રદ, 5ની અટકાયત

દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ, પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો, મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે રેલીની પરવાનગી રદ કરી પાટણઃ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને થતા અન્યાય સામે પાટણમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. પણ છેલ્લી ઘડીએ સંમેલન બાદ રેલીની મંજુરી રદ કરવામાં આવી હતી. સંમેલનના સ્થળે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત […]

ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પ્રમાણિત

અમદાવાદ : આજે અદાણી એનર્જી સોલ્યુશન્સે જણાવ્યું હતું કે તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળો અને કોર્પોરેટના મુખ્ય મથકને એક અગ્રણી વૈશ્વિક કુલ ગુણવત્તા ખાતરી કરાવતી ઇન્ટરટેક દ્વારા ‘ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ (ZWL) પ્રમાણિત કરવામાં આવ્યા છે. કંપનીએ ૧૦૦% ડાયવર્ઝન રેટ અને 0% લેન્ડફિલ કચરાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” અર્થાત લેન્ડફિલ્સમાંથી ઓછામાં ઓછો ૯૦% કચરો […]

આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું

હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુઃ વસાવા, IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યાનો કર્યો આક્ષેપ, જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, વડોદરાઃ  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર વસાવાના સમર્થકોનો […]

પાકિસ્તાનમાં ગરીબી દરમાં ઉછાળો, ત્રણ વર્ષમાં 7% વધીને 25.3% પર પહોંચ્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકના તાજા અહેવાલે પાકિસ્તાનમાં વધતી ગરીબી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2024-25માં દેશનો ગરીબી દર વધીને 25.3% પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષ પહેલા કરતાં 7 ટકાનો વધારો દર્શાવે છે.  “રિક્લેમિંગ મોમેન્ટમ ટુવર્ડ્સ પ્રોસ્પેરિટી : પાકિસ્તાન પાવર્ટી, ઇક્વિટી એન્ડ રિઝિલિયન્સ એસેસમેન્ટ” નામના આ અહેવાલમાં છેલ્લા બે દાયકામાં […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રકે ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા બેના મોત

ચોપડવા બ્રિજની નજીક સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી જતા બેના મોત નિપજ્યા […]

રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર દરમિયાન ભંગાર વાહનો ખસેડવા 80.000 ખર્ચાયા

અગાઉ સ્થળાંતર પાછળ રૂપિયા 84 લાખનો ખર્ચ કરાયો હતો, વિપક્ષ દ્વારા કૌભાંડનો આક્ષેપ કરાતા તપાસ સોંપાઈ, સત્તાધિશો કહે છે, વાહનો સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નથી રાજકોટઃ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બનતા નવુ બનાવવામાં આવી રહ્યું છે. અને જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં કાર્યરત તમામ કચેરીઓનું એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code