1. Home
  2. Tag "Gujarati news"

કોરોના વિરોધી વેક્સિન માટે સરકાર તમારા દ્વારેઃ દરેક ફ્લેટ્સ-સોસાયટીઓમાં કેમ્પોનું આયોજન

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ આરોગ્ય વિભાગે લોકો વેક્ટિન લે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શહેરમાં દરરોજ આ રીતે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનનો જથ્થો ખુટી પડ્યોઃ એક દિવસ માટે ડ્રાઈવ બંધ

ગુજરાતમાં રસીકરણ અભિયાન કોરોનાને નાથવા તંત્ર સક્રિય રસી લેવા માટે લોકોનો ભારે ધસારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોએ કોરોનાની રસી મેળવી છે. બીજી તરફ સરકારે પણ દરરોજ બે લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન સુરતમાં કોરોનાની રસીનો જથ્થો ખુટી […]

રાજકોટમાં કોરોનાનો કહેરઃ વધુ 19નાં મોતથી તંત્ર બન્યુ ચિંતિત

રાજકોટઃ  કોરોનાનો કહેર દિવસેને દિવસે રોદ્ર સ્વપ ધા૨ણ કરી રહ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા પણ દ૨રોજ એક પછી એક નવા રેકોર્ડ બનાવી ૨હી છે. જયારે મોતની સંખ્યાનો ગ્રાફ ફરીથી ઉપ૨ ચઢતાં વધુ 19 દર્દીના મોત નિપજયાં છે. આ આંક સાથે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાએ 49 લોકોના જીવ લીધા છે. મૃત્યુની સંખ્યા વધતાં શહે૨ના સ્મશાનોમાં […]

ભારતીય કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. વૈશ્વિક બજારમાં કપાસની અછત અને ભારતની ઉચ્ચ ગુણવતાયુક્ત તેમજ નીચા ભાવના કપાસને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ છવાઈ જાય તેવી પ્રબળ શકયતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરીમાં વિવિધ દેશમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ […]

ગુજરાતમાં ખંભાતના અખાતમાં બનશે વિશ્વનો સૌથી લાંબો ડેમ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં ભાવનગર-દહેજ વચ્ચે 30 કિમીનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ડેમની મહત્તમ ઊંચાઈ લગભગ 5 મીટર રાખવામાં આવશે. વિશાળ જળાશયમાં લગભગ 77,700 લાખ ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે. જેમાંથી 56 લાખ ઘનમીટર ખેડૂતોને સિંચાઈ માટે, 8000 લાખ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે અને […]

ભારત અને માલદીવ હિંદ મહાસાગરમાં ચીનની તમામ હિલચાલ ઉપર રાખશે નજર

દિલ્હીઃ ભારત સરકારે પડોશી દેશ માલદીવને ડોર્નિયર વિમાન આપ્યાં છે. જેની મદદથી હિંદ મહાસાગરમાં ચીની જહાજોની અવર-જવર ઉપર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં ગેરકાયદે રીતે માછીમારીની પ્રવૃતિ અને ડ્રગ્સ તસ્કરી ઉપર પણ નજર રાખવામાં આવશે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સને સોંપવામાં આવેલા આ વિમાનનો તમામ ખર્ચ ભારત સરકાર ભોગવશે. As per Govt-to-Govt Agreement & discussions […]

ચીનની નવી ચાલ, ભારત સાથે બદલો લેવા કરી રહ્યું છે પાકિસ્તાનનો ઉપયોગ

દિલ્હીઃ સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. એટલું જ નહીં એલએસી પર બંને દેશ દ્વારા સેના દ્વારા જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે. દરમિયાન ચીન દ્વારા પોતાના અંગત વિશ્વાસુ એવા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં હિંસક પ્રવૃતિને વેગ આપવા માટે જરૂરી આદેશ કર્યાં હોવાનું પણ જાણવા […]

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું […]

ભારતે લઘુમતિ કોમની મહિલાઓ ઉપર થતા અત્યારચાર મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના શાંતિની સંસ્કૃતિ ફોરમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનની અસલીયત સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને લઘુમતી કોમની મહિલાઓ ઉપર અચત્યારાના મુદ્દે ભારતે આડેહાથ લીધું હતું. ભારતે કહ્યું હતું કે, અમે ફરી એકવાર યુએનના મંચ ઉપર ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનની સ્પીચ સાંભળી છે. જો કે, પાકિસ્તાન પોતાના દેશ અને પોતાની સીમાઓ ઉપર સતત હિંસાની સંસ્કૃતિ […]

સીમા વિવાદને લઈને ચીનનો લૂલો બચાવ, ભારત ઉપર કર્યું દોષારોપણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ ચીનની સેનાએ ભારતીય સીમામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. બીજી તરફ ચીનની વિસ્તારવાદીનિતીનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ચીન બચાવની સ્થિતિમાં આવી ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે લૂલો બચાવ કરતા સીમા વિવાદને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code