સુરેન્દ્રનગર, 11 જુન, 2026 : Ghudkhar Sanctuary closed for tourists from June 15 જિલ્લામાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યની મુલાકાતે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવતા હોય છે. દર વર્ષે ઘુડખર અભયારણ્યની 15000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષે તેમાં વધારો થયો છે અને 20,000થી વધુ લોકોએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને ઘુડખરોને નજીકથી નિહાળ્યા હતા.હવે ચોમાસામાં વરસાદે કારણે 15મી જુનથી 15મી ઓક્ટોબર સુધી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે.
કચ્છના નાના રણ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં ઘડસરોને વિચરતા જોવાનો લહાવો લેવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ ધૂડસર અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને ઘૂડસર નિહાળવા માટે રણ વિસ્તારમાં જઈ જવામાં આવતા હોય છે. હવે ચોમાસાને લીધે ગીર અભ્યારણ્યની જેમ ઘૂડસર અભ્યારણ્ય 15મી જુનથી પ્રવાસીઓ માટે બંધ કરાશે. 15 જૂન સુધીમાં જે લોકોને ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ લેવો હોય અને ઘુડખર જોવા હોય તે જોઈ શકે છે, ત્યારબાદ અભયારણ્ય બંધ કરી દેવામાં આવશે. અને આ વર્ષે 16 ઓક્ટોબરથી ઘૂડસર અભ્યારણ્ય ફરી ખુલ્લુ મૂકવામાં આવશે.
વનમ વિભાગના અધિકારીના કહેવા મુજબ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન એટલે કે 15 જૂનથી લઈ 15 ઓક્ટોબર સુધી દુર્લભ ઘુડખર માટે પ્રજનનનો સમયગાળો હોય છે. આ સમયે તેઓને માનવીય હસ્તક્ષેપ કે વાહનોના ઘોંઘાટથી ખલેલ ન પહોંચે અને ઘુડખરની સંખ્યામાં વધારો થાય તે માટે તકેદારી રાખવામાં આવતી હોય છે. બીજી તરફ ચોમાસાની સિઝનમાં રણમાં પાણી પણ ભરાઈ જતું હોય છે. રણમાં પ્રવાસીઓ ફસાઈ જતા હોય છે ત્યારે તેમને બહાર કાઢવા માટે ખૂબ મહેનત અને પરિશ્રમ કરવો પડે છે. સામાન્ય રીતે રણમાં નેટવર્કના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. આવા પ્રકારની સમસ્યાઓ પણ ન સર્જાય તે માટે ચોમાસાને ધ્યાને લઈ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી એમ ચાર મહિના સુધી ઘુડખર અભયારણ્ય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. કોઈપણ પ્રવાસીઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે પ્રવાસી આ સમયગાળામાં આરક્ષિત વિસ્તાર ઘુડખર અભ્યારણમાં ગેરકાયદેસર પ્રવેશ કરશે તો તેમના વિરોધમાં વન્ય પ્રાણી સરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


