1. Home
  2. Tag "Gujarati news"

હરિયાણા પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: 1000થી વધુ આપત્તિજનક લિંક્સ બ્લોક

ચંદીગઢ, 17 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પર વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી શરૂ કરાયેલા એક વિશેષ ડિજિટલ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,018 જેટલી આપત્તિજનક લિંક્સ અને પ્રોફાઈલની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 583 લિંક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી […]

કુપવાડામાં 2.3 કિલો હેરોઈન સાથે મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા ‘વોર ઓન ડ્રગ્સ’ અભિયાન હેઠળ કુપવાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા 2.3 કિલોગ્રામ હેરોઈન જેવા નશીલા પદાર્થ સાથે એક મહિલા ડ્રગ પેડલરની ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય સાથીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસ […]

દિલ્હી-NCR માં ધુમ્મસ-પ્રદુષણનો કહેર યથાવત, AQI 450ને પાર

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં શનિવારે સવારે પ્રકૃતિ અને પ્રદૂષણનો બેવડો પ્રહાર જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ, પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસને પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા […]

સિંગર બી પ્રાકને મારી નાખવાની ધમકી મળી: ખંડણીની માંગણી

મુંબઈ, 17 જાન્યુઆરી 2026 : શનિવાર મનોરંજન જગતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પંજાબી ગાયક બી પ્રાકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ગાયક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે અને ચીમકી આપી છે કે જો એક અઠવાડિયામાં પૈસા નહીં મળે તો તેમને ‘ધૂળમાં મેળવી’ દેવામાં આવશે. આ […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ધુરંધર, મુંબઈમાં લાગ્યા પોસ્ટર

મુંબઈ, 17 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) મહાયુતિ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના શહેરી વિસ્તારોના સૌથી સફળ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે. આ જીતનો જશ્ન મુંબઈના માર્ગો પર જોવા મળી રહ્યો છે, જ્યાં ફડણવીસને ‘મહારાષ્ટ્રના ધુરંધર’ તરીકે […]

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 17મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી.  વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં […]

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

મહેસાણા, 16 જાન્યુઆરી 2026: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આવતી કાલે તા.17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઈકોકારે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

 વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]

સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code