1. Home
  2. Tag "Gujarati news"

જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત

જૂનાગઢ, 5 જાન્યુઆરી 2026: ગીરના જંગલો અને વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામે માસૂમ બાળકનો શિકાર કરનાર માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું ‘એનેસ્થેસિયા’નું ઇન્જેક્શન વાગવાથી મોત નીપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રેન્ક્વિલાઇઝર […]

અમરેલી: ખેડૂતોને નકલી ખાતર પધરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

અમરેલી, 5 જાન્યુઆરી 2026 : જિલ્લામાં ખેતીની સીઝન વચ્ચે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા નકલી ખાતરના નેટવર્કનો અમરેલી એસ.ઓ.જી. (SOG) એ પર્દાફાશ કર્યો છે. અમરેલીના મોટા આંકડિયા ગામની સીમમાં આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાં પોલીસે મધરાત્રે દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ખાતર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી રૂ. 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત […]

અમદાવાદમાં ફરી બોમ્બનો ફફડાટ: મિરઝાપુર કોર્ટને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ, 5 જાન્યુઆરી 2026:  શહેરમાં એરપોર્ટ, શાળાઓ અને હાઈકોર્ટ બાદ હવે શહેરની મધ્યમાં આવેલી મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક અનામી ઈ-મેઈલ દ્વારા કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થશે તેવી ચતવણી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળી […]

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ: બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ

ઢાકા, 5 જાન્યુઆરી 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રાજકીય અને રમતગમતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકારે આગામી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના પ્રસારણ પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી […]

સાયબર માફિયાઓનો આતંક: ભારતમાં 6 વર્ષમાં રૂ. 53,000 કરોડની ઓનલાઈન લૂંટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારતમાં ડિજિટલાઇઝેશનની સાથે સાયબર અપરાધોએ પણ ભયાનક ગતિ પકડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના તાજા આંકડા મુજબ, છેલ્લા છ વર્ષમાં દેશભરમાં વિવિધ ઓનલાઈન છેતરપિંડી દ્વારા જનતાએ રૂ. 52,976 કરોડથી વધુની માતબર રકમ ગુમાવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને બેન્કિંગ ફ્રોડ જેવા […]

માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જામીન અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત ‘બેવડા માપદંડ’ અપનાવવા બદલ બરતરફ કરાયેલા જિલ્લા ન્યાયાધીશની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની બરતરફીનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ન્યાયાધીશથી કથિત રીતે […]

વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90 ટકા

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો […]

મોદી જાણતા હતા કે હું નારાજ છું, રશિયન ઓઈલ મુદ્દે ટ્રમ્પની ગર્ભિત ધમકી

વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2026 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ખાસ કરીને તેલની આયાતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને મહત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક ટેરિફ નીતિઓના કારણે જ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર […]

દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ન મળી રાહત

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026 : વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારીયાની બેન્ચે સાત આરોપીઓમાંથી પાંચને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સોમવારે […]

વેનેઝુએલાના કાર્યક્રરી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને ટ્રમ્પની ગર્ભિત ધમકી

વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2025 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવતા નવી રાજકીય હલચલ મચાવી દીધી છે. નિકોલસ માદુરોની ધરપકડ બાદ, ટ્રમ્પે હવે વેનેઝુએલાના કાર્યકરી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકાના નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેમનું અંજામ પણ માદુરો જેવું જ આવશે. એરફોર્સ વન વિમાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code