1. Home
  2. Tag "Gujarati news"

ઉન્નાવ દુષ્કર્મ કેસ: સેંગરની મુક્તિ સુપ્રીમ કોર્ટે અટકાવી, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે સેંગરને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. […]

દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને ધુમ્મસનો બેવડો માર: AQI 500ની નજીક

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) હાલમાં પ્રદૂષણ અને કાતિલ ઠંડીના ભીંસમાં છે. દિલ્હી-NCRમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે, જેના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની સપાટીની નજીક નોંધાયો છે. પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં […]

ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા

રાયપુર, 29 ડિસેમ્બર 2026 : છત્તીસગઢમાં ભારતમાલા પરિયોજના હેઠળ નિર્મિત રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોરમાં જમીન સંપાદન વળતર મામલે થયેલી કથિત ગેરરીતિની તપાસ તેજ બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે રાયપુર અને મહાસમુંદ જિલ્લામાં કુલ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જમીન માફિયાઓ, સરકારી અધિકારીઓ અને વચેટિયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. […]

PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધીને દેશના રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓને એકસમાન બનાવવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ કાર્યક્રમની તસવીરો શેર કરતા વડાપ્રધાને ‘વિકસીત ભારત’ના નિર્માણ માટે માનવ સંસાધન અને […]

પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.  બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. […]

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

મહેસાણા, 28 ડિસેમ્બર 2025: UP Governor Anandiben Patel visits Thol Bird Sanctuary  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન/નિરીક્ષણ કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સ્થાનિક પક્ષીવિદ દ્વારા બારહેડેડ […]

જનતા માંગણી કરે કે ન કરે, સમસ્યા ઉકેલવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 330 કરોડનાં વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ અમિત શાહ 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છેઃ મુખ્યમંત્રી અમદાવાદ 28 ડિસેમ્બર 2025: Development works worth Rs 330 crore […]

જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા સાથે આવેલો કિશોર રૂપિયા 3.13 લાખના દાગીના ઉઠાવી ગયો

અમદાવાદ, 28 ડિસેમ્બર 2025:  teenager steals jewellery worth Rs 3.13 lakh શહેરના આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સોનાના દાગીના બતાવવાનું કહીને સેલ્સમેનનું ધ્યાન ભટકાવી, તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાના દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે […]

થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા

થરાદ, 28 ડિસેમ્બર 2025: The dilapidated condition of the National Highway in Thara  જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને સર્વિસ રોડની બિસ્માર હાલત તેમજ થરામાં ગટર અને લાઈટની વિકટ સમસ્યાઓ સામે અનેક રજુઆત બાદ કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓને કારણે […]

ચોટિલામાં હાઈવે પર સરકારી જમીન પર બનેલી બે હોટલો જમીનદોસ્ત કરાઈ

સુરેન્દ્રનગર, 28 ડિસેમ્બર 2025: Pressures on two hotels on Chotila Highway removed જિલ્લામાં સરકારી જમીન પચાવી પાડવા સામે તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી બે હોટલો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અંદાજે 10 એકર જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code