સુલ્તાન અઝલાન શાહ કપ મેચઃ ભારતીય હોકી ટીમનો બેલ્જિયમ સામે પરાજય
મલેશિયાના ઈપોહમાં રમાયેલી સુલ્તાન અઝલાન શાહ કપ મેચમાં ભારતીય ટીમને બેલ્જિયમ સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે મેચની જોરદાર શરૂઆત કરી અને બેલ્જિયમ પર દબાણ બનાવ્યું હતું. મેચની દસ મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નરથી પહેલી તક મળી, અને ટૂંક સમયમાં જ બીજી તક મળી. ભારતના મજબૂત ડિફેન્સ સામે બેલ્જિયમ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી શક્યું […]


