ગુજરાત સરકાર રવિ સીઝનમાં ખેડૂતો પાસેથી રૂપિયા 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખરીદશે
ગાંધીનગર,27 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના […]


