1. Home
  2. Tag "Gujarati Report"

ભાવનગરમાં કચરો ભરેલા ટેમ્પાએ એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત

ભાવનગર, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ગાર્બેજ વાહનના ચાલકે પૂરઝડપે અને ગફલતરીતે વાહન ચલાવીને એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક યુવાનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પિતાની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે કચરાગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મોડીરાત્રે […]

સુરતમાં કરોડોના હીરા વિશ્વાસથી લઈને બારોબાર વેચી ઠગાઈ કરનારો આરોપી પકડાયો

સુરત, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં હીરાના વેપારીઓ સાથે વિશ્વાસ સંપાદન કરીને 13.31 કરોડના હીરા ઊંચી કિમતે વેચી દેવાની લાલચ આપીને હીરા દલાલ એવા ઠગ શખસે 13.31 કરોડના હીરા બારોબાર વેચી દીધા હતા. અને જે રૂપિયા મળ્યા હતા. એનો મુંબઈ જઈને સટ્ટો રમીને હારી ગયો હતો. હીરાના વેપારીઓએ છેતરાયા હોવાની જાણ થતાં આર્થિક ગુના નિવારણ શાખામાં […]

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 10 લાખનો ગાંજો બિનવારસી પકડાયો

વડોદરા, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. ડ્રગ્સ માફિયાઓ હવે ટ્રેન દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. જેમાં પકડાઈ ન જાય એટલે ટ્રેનના કોચમાં પ્રવાસીના સ્વાંગમાં આવીને બિન વારસી ડ્રગ્સના પાર્સલ છોડી દેવામાં આવે છે. અને જ્યા ડ્રગ્સ મોકલવાનું હોય તે શહેરમાં ટ્રેન પહોંચતા ડ્રગ્સના પાર્સલ ઉતારી લેવામાં આવતા હોય છે. […]

સુરતમાં વીજ ગ્રાહકોની સંમતી વિના સ્માર્ટ મીટર લગાવવા સામે કરાયો વિરોધ

સુરત, 19 ફેબ્રુઆરી 2026: દક્ષિણ ગુજરાતમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. તેના વીજ ગ્રાહકોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ડીજીવીસીએલના કર્મચારીઓને સ્માર્ટ મીટર લગાવવાનો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વીજ કર્મચારીઓ ગ્રાહકોની સંમત્તી વિના જ સ્માર્ટ મીટરો લગાવી રહ્યા છે. સુરત શહેરના હની પાર્ક રોડ પર આવેલી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર […]

અમદાવાદમાં કન્સ્ટ્રકશન વેસ્ટ જાહેરમાં નાખતા ચાર વાહનોને AMCએ કર્યા જપ્ત

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં લોકો પોતાના ઘરની મરામત કરાવતા હોય કે અન્ય રિનોવેશન થતા બિલ્ડિંગનો કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જનારા કોન્ટ્રાકટરો જાહેરમાં કે ગમે ત્યાં ખૂલી જગ્યામાં વેસ્ટ ફેંકી દેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જ કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા માટે દરેક વિસ્તારમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા પણ કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જવાની […]

નવા કરવેરાના ભારણ વિના બજેટમાં ગત વર્ષ કરતા કદમાં 10.2 ટકાનો વધારો થયોઃ નાણા મંત્રી

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:   રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું રૂપિયા 4,08,053  કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યુ હતું, નાણામંત્રીએ બજેટ રજુ કર્યા બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ નીચે AMTS ડબલ ડેકર બસ માંડ નીકળી શકી

અમદાવાદ.18 ફેબ્રુઆરી 2026:  શહેરના રિવરફ્રન્ટ (પશ્વિમ)ના રોડ પર એએમટીએસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશ્રમ રોડને બદલે રિવરફ્રન્ટના રોડ પર ડબલ ડેકર એએમટીએસની બસ ટ્રાયલરૂપે ચલાવાતા ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ હતી. બ્રિજના ગર્ડર અને બસ વચ્ચે એક ફુટ જેટલું જ અંતર રહ્યું હતું તેથી બસચાલક પણ ગભરાઈ ગયો હતો. અને […]

કોમનવેલ્થ માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: અમદાવાદના આંગણે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ રમાવવાની છે, અને તેની આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે રૂપિયા 1278 કરોડની ફાળવણી કરી છે.  ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈએ […]

ગુજરાતમાં ઐદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નાણા મંત્રીએ કઈ જાહેરાત કરી.. જાણો

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યું હતું, ઐદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ત્યારે ઉદ્યોગોને પ્રાત્સાહન આપવા માટે નાણા મંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27 બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને […]

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો

ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ, ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ, કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ, માહિતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code