1. Home
  2. Tag "Gujarati Report"

શિયાળામાં આ પાંચ પ્રકારની ચટણીમાં સ્વાદમાં વધારાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

ચટણી ભારતીય રસોઈનો અવિભાજ્ય ભાગ છે. ભોજનમાં સ્વાદ વધારવા સાથે આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચટણીમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. કોથમી-પુદીના થી લઈને કાચી કેરી, આંબલી, નાળિયેર કે ટમેટાની ચટણી દરેકમાં છે પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને શિયાળામાં બનેલી કેટલીક ચટણીઓ સ્વાદમાં તીખી પણ આરોગ્ય […]

લીલા મરચાનો હલવો : તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ, શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી

લીલા મરચા સામાન્ય રીતે તીખાશ માટે ઓળખાય છે તે ભોજનમાં સ્વાદ વધારવા માટે સલાડ, તડકા કે અથાણાંમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનો હલવો* ખાધો છે? હા, આ અનોખી ડેઝર્ટ રેસીપીમાં તીખાશ અને મીઠાશનો એવો અદ્ભુત સમન્વય છે જે સ્વાદે અવિસ્મરણીય બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લીલા મરચામાં વિટામિન C, વિટામિન […]

અમદાવાદમાં શ્રમિકોના યોજાયેલા મહાસંમેલનમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ કરાયો

શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં […]

કડીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 શ્રમિકો દટાયા, એકનું મોત

કડીના ભાવપુરા વિસ્તારમાં બની ઘટના, દટાયેલા તમામ મજુરોને બહાર કઢાયા, મકાનનું બાંધકામ ચાલતુ હતું ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધસી પડી અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારમાં નવિન મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. અને શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધડાકા સાથે તૂટી પડતા 7 શ્રમિકો દીવાલના કાટમાળમાં દટાયા હતા. આ […]

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા ઝૂંબેશ કરાશે

‘હર ઘર સ્વદેશી‘ અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હર્ષ સંઘવીએ વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન   ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]

અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરાઈ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સોમવારે આ માહિતી આપી. બધા કાર્યક્રમો સૂચનો તરીકે પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે, અને ત્યાંથી મળેલી સૂચનાઓ અનુસાર કાર્ય કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, “રામ મંદિર ધ્વજવંદન સમારોહ […]

વેરાવળ પાસે પ્રિ-વેડિંગના ફોટો શુટ દરમિયાન દરિયામાં તણાઈ ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો

વેરાવળના દરિયામાં યુવતી સહિત સાત લોકો તણાયા હતા, સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે 6 યુવાનોને બચાવી લીધા હતા, યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ 24 કિમી દૂર માંગરોળના દરિયામાંથી મળ્યો વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ત્રણ દિવસ પહેલા એટલે કે, ગઈ તા, 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો […]

દિવાળી અને 6ઠ્ઠ પૂજન માટે બિહાર અને યુપી ગયેલા શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં ભારે ભીડ

શ્રમિકો સમયસર પરત ફરતા ઉદ્યોગકારોને રાહત, શ્રમિકોને અભાવે અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, બિહાર-યુપી તરફથી આવતી ટ્રેનોમાં નો-વેકન્સીની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરો અને કચ્છના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતના શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે. આ શ્રમિકો દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે પરિવાર સાથે પોતાના […]

ભારતીય યાત્રાળુઓ માટે 175,025 હજ ક્વોટા સુરક્ષિત કરવામાં આવ્યો, ભારત-સાઉદી અરેબિયા વચ્ચે કરાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2026 માટે દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, ભારતનો હજ ક્વોટા 175,025 હજયાત્રીઓ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત-સાઉદી અરેબિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું. હજ 2026 માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code