1. Home
  2. Tag "Gujarati Report"

સરદાર જયંતી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સંકલ્પ લેવા વિનંતી કરી

નવી દિલ્હીઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે, સમગ્ર રાષ્ટ્ર “લોખંડી પુરુષ” ને યાદ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને એક થવા અને મજબૂત, સુમેળભર્યા અને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સંકલ્પ લેવા વિનંતી કરી. તેમણે સોશિયલ […]

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપઃ 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે

મુંબઈઃ ડિફેન્ડીંગ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા […]

AI સહકાર મજબૂત કરવા માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવશે

નવી દિલ્હી: ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ અને ટેક્નોલોજીકલ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બર મહિનામાં ભારતની મુલાકાત લેશે. અહેવાલ મુજબ, નડેલા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે.  નડેલા તેમના પ્રવાસ દરમિયાન એઆઈ સંબંધિત અનેક મહત્વપૂર્ણ કોન્ફરન્સોમાં હાજરી […]

અમેઠીમાં AK-203 અસોલ્ટ રાઇફલનું સ્વદેશી ઉત્પાદન હવે અંતિમ તબક્કામાં: 100 ટકા ઇન્ડિજેનાઇઝેશનનો લક્ષ્ય

અમેઠીઃ ભારતના રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટું માઇલસ્ટોન નોંધાવા જઈ રહ્યું છે. અમેઠી સ્થિત ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા બનેલી AK-203 અસોલ્ટ રાઇફલ, જેનું ભારતીય નામ ‘શેર’ રાખવામાં આવ્યું છે, હવે 100 ટકા સ્વદેશી બનવાના આરે છે. કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ સ્વદેશીકરણ પૂર્ણ થઈ જશે. આ રાઇફલ […]

હવે મારે રસ્તા પર જઈને પોસ્ટર લગાવવાની જરૂર નથીઃ હર્ષવર્ધન રાણે

મુંબઈ: અભિનેતા હર્ષવર્ધન રાણે અને અભિનેત્રી સોનમ બાજવા અભિનીત રોમેન્ટિક ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ હાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 9 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે. સિનેમા હોલોમાં હજી પણ દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમમાં અભિનેતા હર્ષવર્ધન રાણેએ જણાવ્યું હતું કે, […]

વડાપ્રધાન મોદી વડોદરા આવી પહોચ્યા, ખરાબ હવામાનને લીધે રોડ માર્ગે કેવડિયા જવા રવાના

વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું, કાલે શુક્રવારે સરદાર પટેલ જ્યંતિના સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે, કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે વડોદરાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ […]

સોમનાથમાં હવે 27મી નવેમ્બરથી 5 દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે

ભાવિકો વ્યાપક હિતમાં કાર્તિક પૂર્ણિમા મેળોની તારીખોમાં ફેરફાર કરવાનો ટ્રસ્ટનો નિર્ણય, પહેલા કાર્તિકી પૂર્ણિમાંનો મેળો 1લી નવેમ્બરથી યોજાવાનો હતો, હવે વરસાદી માહોલને લીધે તા.27 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે, સોમનાથ: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં વર્ષ 1955થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો અગાઉ તા.1 થી 5 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત કરવામાં આવ્યો […]

મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળીબારની ઘટનામાં કુખ્યાત દુલારચંદ યાદવનું મોત

પટના: મોકામામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં કુખ્યાત દુલારચંદ યાદવનું મોત થયું હતું. આ ઘટના મોકામામાં બની હતી. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી અને અનંત સિંહના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. સિંહ જેડીયુની ટિકિટ પર મોકામા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વધુ વિગતોની રાહ […]

અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ સહિત ખરીફ પાકની ધૂમ આવક

એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક, સફેદ અને કાળા તલના પૂરતા ભાવ મળતા ખેડૂતોને રાહત, કપાસનો ભાવ 990 રૂપિયાથી 1,590 રૂપિયા સુધી નોંધાયો, અમરેલીઃ હાલ કમોસમી વરસાદી સીઝન હોવા છતાંયે અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક થઈ હતી. અને ખેડૂતોએ સારા ભાવ […]

ડિજિટલ એરેસ્ટ બાદ પુણેના 82 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ, 1.2 કરોડ રૂપિયા ગુમાવ્યા

નવી દિલ્હી: પુણેથી ડિજિટલ ધરપકડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવી હતી અને ₹1.19 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. 82 વર્ષીય નિવૃત્ત અધિકારીનું અગ્નિપરીક્ષામાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ છેતરપિંડી 16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન થઈ હતી. આ દંપતીને ત્રણ પુત્રીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code