1. Home
  2. Tag "Gujarati Report"

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં રૂ. 1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]

મણિપુરના ઈંફાલમાંથી બે ઉગ્રવાદી ઝડપાયા, હથિયારો જપ્ત કરાયાં

નવી દિલ્હી: મણિપુરના ઈંફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને જિલ્લાઓમાંથી પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બંને ઉગ્રવાદીઓ ખંડણી માંગવાની ગતિવિધિઓમાં સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, ઈંફાલ પશ્ચિમ જિલ્લાના મયંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત કેસીપી (પીડબલ્યુજી) સંગઠનનો 48 વર્ષીય સભ્ય પોતાના ઘરેથી […]

ગુજરાતમાં માવઠાની આફત સર્જાતા સિંગતેલના ભાવમાં થયો વધારો

કમોસમી વરસાદને લીધે મગફળીને તૈયાર પાકને નુકસાન થયુ છે, સિંગતેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો, મગફળીના પાકની ગુણવત્તા ઘટતા યાર્ડમાં યોગ્ય ભાવો મળતા નથી રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના તૈયર થયેલા પાકને નુકસાન થયુ છે. માવઠુ અને વિપરિત હવામાનને લીધે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના પાકના પુરતા ભાવ મળતા […]

અમિતાભ બચ્ચનને પગે લાગ્યા બાદ ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલજીત દોસાંજને ધમકી આપી

નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કહ્યું કે અમિતાભના પગ સ્પર્શ કરીને, દિલજીતે “1984ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે”. કૌન બનેગા કરોડપતિ પર […]

ઝીંઝુવાડાના રણમાં વછરાજ દાદાના દર્શને ગયેલા 100 શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરાયુ

ઝીઝુવાડાના અફાટ રણમાં માવઠાને લીધે કાદવ-કીચડ થયો, દર્શનાર્થીઓની 8 કાર અને 1 બસ કાદવમાં ફસાઈ ગઈ, ઝીંઝુવાડાના યુવાનોએ ટ્રેકટરની મદદથી આખીરાત રેસ્ક્યુ કરીને કાદવમાંથી વાહનો બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝીંઝુવાડા નજીક રણમાં વાછરડા દાદાનુ મંદિર આવેલુ છે. અને રોબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે […]

સનાઈ તાકાઈચીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી. જાપાનને તાજેતરમાં જ તેના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી મળ્યા. સનાઈ તાકાઈચીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી બનવા બદલ તાકાઈચીને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા લખ્યું, “જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચી સાથે ઉષ્માભરી […]

નાગપુરમાં ખેડૂતોનો લોન માફી માટે વિરોધ યથાવત, ટ્રાફિક જામ કરીને ટ્રેનો રોકવાની ચીમકી આપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં નાગપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓએ રાજ્યભરના દેવાગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક અને બિનશરતી લોન માફીની માંગ કરી છે. નાગપુર-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો અને કૃષિ સંકટના ઉકેલમાં રાજ્ય સરકારની […]

દહેગામના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂપિયા 44.76 લાખ પડાવ્યા

વિડિયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી, તમારા મોબાઈલના નંબર પર 24 ગુનો નોંધાયા હોવાનું કહીને ધમકી આપી, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી ગાંધીનગરઃ કેન્દ્ર કે રાજ્યના સરકારી વિભાગો કે અધિકારીઓ દ્વારા કોઈનેય ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકારે સ્પષ્ટ સુચના અને જાહેરાતો કરી હોવા છતાંયે ઘણા લોકો સાયબર માફિયાની […]

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઘરોમાં ભરાયેલા પાણી ન ઉતરતા લોકોનો મ્યુનિ. સામે આક્રોશ

વડોદરાના નવાપુરાના 56 ક્વાર્ટસ ખાતે વરસાદને લીધે ઘરોમાં બબ્બે ફૂટ પાણી ભરાયા છે, વરસાદે વિરામ લીધા બાદ કલાકો સુધી પાણી ન ઉતરતા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો, છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી લોકો સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે, વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા એટલે કે ગત સોમવારે રાત્રે પાંચ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code