1. Home
  2. Tag "Gujarati Samac ar"

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ, મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ અંબાજીઃ અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે  અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું […]

સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે : રાજ્યપાલ

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા‘ધન્યોગૃહસ્થાશ્રમ‘ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો, માનવ જીવન મૂલ્યહીન થઈ જાય, તો આ જ વિકાસ વિનાશનું કારણ બનશેઃ રાજ્યપાલ ગાંધીનગરઃ “માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે.” આ પ્રેરણાદાયી […]

વડોદરા નજીક આજવા ચોકડીથી ધુમાડ સુધી 5 કિમી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે, જામ્બુવા બ્રિજ બાદ હવે આજવા ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક હવે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની ગઈ છે. વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા રહેવું પડે છે. જામ્બુવા બ્રિજ પર તો રોજ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. […]

દાંતાના બોરડિયાના 40 બાળકોને શાળાએ જવા નદીમાં કેડસમા પાણીમાંથી પસાર થવુ પડે છે

મંકોડી નદી પર પુલ કે નાળુ ન બનાવતા વિદ્યાર્થીઓને જીવનું જોખમ, નદી પર પુલ  ના હોવાને લીધે ચોમાસામાં બાળકોની પરિસ્થિતિ વિકટ બની જાય છે, મંકોડી નદી પર પુલ બનાવવા ગ્રામજનોની માગણી પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયા ગામના મડારાવાસના 40 જેટલા બાળકોને શાળાએ જવા માટે મંકોડી નદીના વહેતા કેડ સમા પાણીમાંથી પસાર થઇને જવાની ફરજ પડી […]

ગાંધીનગરમાં રેસિડન્ટ અને કોમર્શિયલ બિલ્ડિંગો પાસે ફાયર NOC અંગે મ્યુનિ.દ્વારા ચેકિંગ

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોય તેવા એકમો સામે કાર્યવાહી, ફાયર રીન્યુઅલની જવાબદારી ઇમારતોના માલિકો, સંચાલકો કે કબજેદારોની રહેશે, શહેરના એકમોને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે તાકીદ કરવામાં આવી ગાંધીનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિયલ અનેક બિલ્ડિંગો આવેલી છે. આવા બિલ્ડિંગોમાં ફાયરની એનઓસી લીધા પછી તેને રિન્યુ કરાવવામાં આવતી નથી. અથવા તો કેટલાક બિલ્ડિંગધારકોએ ફાયરની એનઓસી લીધી જ […]

ગાંધીનગરમાં ઘ-7 સર્કલથી પેથાપુર સુધી દબાણો હટાવાશે, 800 દબાણકારોને નોટિસ

દબાણકર્તાઓને સાત દિવસની અંદર જમીનના માલિકી હકના પુરાવા રજૂ કરવા આદેશ, દબાણો હટાવવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન સક્રિય, દબાણકર્તાઓ જાતે દબાણ નહીં હટાવે તો કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગણા વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદે દબાણો પણ થયા છે. ત્યારે શહેરના ઘ-7 સર્કલથી પેથારપુર રોડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 47 સ્પોર્ટ્સ ઈવેન્ટનો 4થી ઓગસ્ટથી થશે પ્રારંભ

47 રમતગમત ઇવેન્ટ્સ સાથે આંતર-કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થશે, ગત વર્ષે 35થી વધુ ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયા હતા, વિજેતા ખેલાડીઓને ખેલો ઇન્ડીયા સુધી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકવાની તક  રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 4થી ઓગસ્ટથી સ્પોર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. વિવિધ 47 જેટલી રમત-ગમત ઈવેન્ટ સાથે આંતર કોલેજ સ્પાર્ધ પણ યોજાશે. આંતર-કોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસ માટે કેન્દ્રએ આપી મંજુરી

સૌરાષ્ટ્રના વેપારીઓને માલ-સામાન લેવા-મુકવા અમદાવાદ ધક્કો નહિ થાય, કાર્ગો માટે બે દિવસમાં ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે, સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને કાર્ગો સેવાથી ફાયદો થશે રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી […]

વડોદરામાં APMC ફ્રુટ માર્કેટમાં લાગી આગ, 4 દુકાનો કોલ્ડ સ્ટોરેજ બળીને ખાક

ગત રાતે ફ્રુટ માર્કેટમાં આગ લાગી હતી, આગમાં 8000 કિલો કેરી સહિત ફળો પણ બળીને ખાક, ત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી વડોદરાઃ શહેરમાં નેશનલ હાઇવે પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડની પાછળના ફ્રૂટ માર્કેટમાં ગતરાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠતાં 4 દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી, જેમાં 8 હજાર કિલો કેરીઓ સહિત […]

સુરતના ટેક્સટાઈલના વેપારીઓને 3.50 કરોડ રાષ્ટધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો

સુરતના વેપારીઓ તિરંગા બનાવી 100 કરોડનો વેપાર કરશે, ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યોમાંથી તિરંગા બનાવવા મળ્યો ઓર્ડર, ‘હર ઘર તિરંગા‘ અભિયાનને લીધે માગમાં વધારો થયો સુરતઃ તહેવારોની ઊજવણીને લીધે વેપાર-ઉદ્યોગમાં રોજગારી પણ વધતા હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડના રાષ્ટ્રધ્વજ બનાવવાના મોટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code