1. Home
  2. Tag "Gujarati Samac ar"

રક્ષાબંધન માટે અવનવી ડિઝાઈનની રાખડીઓ, બ્રહ્મોસ મિસાઇલ રાખડીની માગ વધુ

સોના-ચાંદીની બ્રહ્મોસ મિસાઇલ અને તિરંગાના દોરાવાળી રાખડીની માગ, બ્રહ્મોસ મિસાઈલ રાખડીની ચાંદીની રૂ. 2500 ને સોનાની 60થી 80 હજારનો ભાવ, બજારમાં ઓપરેશન સિંદૂરની રાખડીઓ પણ જોવા મળી   સુરતઃ રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં રાખડીઓની અવનવી ડિઝાઈનની વેરાઈટી જોવા મળી રહી છે. આ વખતે રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા હવે 3જી ઓક્ટોબરથી લેવાશે

શૈક્ષણિક કેલેન્ડરમાં ધો. 9થી 12ની સત્રાંત પરીક્ષા 11મી સપ્ટેબરથી લેવાની હતી, શૈક્ષણિક સંઘની રજુઆત બાદ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો, ધો,9થી 12ની પરીક્ષા હવે તા. 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કલેન્ડરમાં ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું […]

સસ્તા સોનાની લાલચ આપીને લોકોને છેતરતા 3 રાજસ્થાની શખસો પકડાયા

આરોપીઓ પાસેથી સોના જેવા લાગતા પીળી ધાતુના 12 મણકા, 9 ચેઈન મળી, ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યા હોવાનું કહીને લોકોને છેતરતા હતા, સાબરમતીના એક વેપારીને સસ્તાભાવે સોનું આપવાનું કહીને 6 લાખ લીધા હતા  અમદાવાદઃ કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, સસ્તા ભાવનું સોનું આપવાની લાલચ આપીને ઠગવાના બનાવો વધતા જાય […]

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર 19 દિવસ બાદ પણ, લટકી રહેલું ટેન્કર ઉતારાતું નથી

મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ, ટેકનોલોજીના જમાનામાં પણ તંત્રને ટેન્કર કઈ રીતે ઉતારવું તેની સમજ પડતી નથી, ટેન્કના માલિકની સ્થિતિ કફોડી, બેન્કના હપતા પણ ભરી શકતો નથી વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા હતા. આ ઘટનાને 19 દિવસ પૂર્ણ થયા છતાંયે […]

ગાંધીનગર જિલ્લાની 103 સરકારી શાળાઓમાં રમતગમત માટે મેદાન કે વ્યાયમ શિક્ષક નથી

બે વર્ષથી શાળાઓમાં નોંધપોથી, હાજરીપત્રક પહોંચ્યા નથી : વિપક્ષ નેતા શાળામાં મેદાન અને પીટી શિક્ષકોના અભાવે બાળકો રમત-ગમતની પ્રવૃતિથી વંચિત, વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ માટે રૂપિયા 90 લાખની ગ્રાન્ટ, પણ મેદાન જ નથી ગાંધીનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની 103 જેટલી પ્રથામિક શાળાઓમાં રમત-ગમત માટેનું મેદાન જ નથી. તેમજ વ્યાયમ શિક્ષકો પણ નથી, તેના લીધે વિદ્યાર્થીઓમાં રહેલી રમત […]

કૃષિ પેદાશની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમસ્થાને અને રાજ્યમાં બીજાસ્થાને

ગોડલ માર્કેટ યાર્ડમાં 40થી વધુ જણસીની આવકનું હબ બન્યુ, ટર્નઓવરની બાબતમાં સુરત યાર્ડ પ્રથમ સ્થાને, 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે દેશમાં ગોંડલ યાર્ડ મોખરે રાજકોટઃ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડ વિવિધ કૃષિ પેદાશોની આવકમાં સૌરાષ્ટ્રમાં નંબર વન બન્યું છે. ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના જણસીની આવકના આંકડામાં પ્રથમ […]

જસદણ તાલુકાના 8 ગામોમાં એસટી બસની સુવિધા જ નથી, ગ્રામજનોને પડતી મુશ્કેલી

કેબીનેટ મંત્રી કૂંવરજી બાવળિયાના મત વિસ્તારના ગ્રામજનો પરેશાન, એસટી બસની સુવિધા ન હોવાથી  અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે, ગ્રામજનોને નાછૂટકે છકડામાં મુસાફરી કરવી પડે છે, રાજકોટઃ ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ઘણાબધા ગામડાઓ વિકાસથી વંચિત છે. ગામના લોકોને પુરતી સુવિધા મળતી નથી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના 7 ગામોમાં […]

કરજણમાં મિયાગામ ચોકડી સુધી બનાવેલા આરસીસી રોડમાં ઠેર ઠેર ખાડાં પડ્યા

મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ અઢી વર્ષ પહેલાં બનાવાયો હતો,‎ રોડ પર કપચી ઉખડી જતા વાહનચાલકોને મુશ્કેલી, ગાબડા પડતા કોન્ટ્રાક્ટરે સિમેન્ટ-રેતીનો માલ નાખી સમારકામ હાથ ધર્યું, ‎ વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકા પંચાયત કચેરીથી મિયાગામ ચોકડી સુધીના રોડ પર લીલાગીરી સોસાયટીથી મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અઢી વર્ષ પહેલા […]

મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ માછીમારી બોટમાં નદીપાર કરતા લોકો

નજીકનો કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકોને 60 કિમીનું ચક્કર ન કાપવું પડે છે, લોકો નાવડીમાં બેસીને નદીપાર કરી રહ્યા છે, માછીમારો બોટમાં વધુ લોકોને બેસાડતા હોવાતી દૂર્ઘટનાની શક્યતા  પાદરાઃ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયો હતો. આ બ્રિજ તૂટી પડતા મહીસાગરના કાંઠા વિસ્તારના લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલીનો […]

સુરત પોલીસ થાર કારનો પીછો કર્યો, કારમાંથી દેશી તમંચો- કારતૂસો મળ્યા, અંતે આરોપી પકડાયો

પોલીસે કાર રોકવા જતાં ડ્રાઈવર ભાગ્યો ને ઝાડી ઝાંખરામાં છૂપાયો, રિઢા આરોપીની પૂછતાછમાં ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો, પોલીસે વધુ પૂછતાછ હીથ ધરી સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં રિંગ રોડ પર પસાર થતી બ્લેક કલરની થાર કારમાં હથિયારો હોવાનો પોલીસને કન્ટ્રોલરૂમથી મેસેજ મળતા પોલીસે બ્લેક કલરની થારકારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસને જોતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code