1. Home
  2. Tag "Gujarati Samac ar"

ડિગ્રી આર્કિટેકચરની 20 કોલેજોમાં 1332માંથી 400થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા

આર્કિટેક્ચરની 20 કોલેજોની 1332 બેઠકો પર ઓનલાઇન રજિસ્ટ્રેશન, એક્ઝામનું ટફ પાસિંગ સ્ટાન્ડર્ડ, ઊંચી ફી, ઓછી તક હોવાથી બેઠકો ખાલી રહે છે, આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટાની એક્ઝામ ફરજિયાત છે અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજનેરી કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ડિગ્રી આર્કિટેકચર બ્રાન્ચમાં 400થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. […]

રાણપુરના નજીક સાળંગપુર જતી કાર કોઝવેમાં તણાતા બેના મોત, 4નો બચાવ, સંત લાપત્તા

બોચાસણથી સાળંગપુર જતી કારમાં 7 લોકો સવાર હતા, BAPSના નવદીક્ષિત સંત હજુ પણ લાપતા, NDRFની ટીમે શોધખોળ આદરી બોટાદઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં અને કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે સાળંગપુર જઈ રહેલી અર્ટિગા કાર કોઝવેના તેજ પ્રવાહમાં તણાતા કારમાં પ્રવાસ કરી રહેલા 7 જણા ડૂબવા […]

અમદાવાદમાં શાળાઓના બાળકોને દર શનિવારે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવાશે

ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે, એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય, હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય […]

સુરતની મ્યુનિ.શાળાઓમાં 1600 શિક્ષકોની ઘટ સામે માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 5400 શિક્ષકોનું મહેકમ, ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ, ઘણી સ્કૂલોમાં શિક્ષકો પાસે એકથી વધુ વર્ગોનું ભારણ સુરતઃ  મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી […]

અમદાવાદમાં આવાસ યોજનામાં ભાડે અપાયેલા 21 મકાનોને હાઉસિંગ એસ્ટેટ વિભાગે સીલ કર્યા

ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી, શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ, લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે  મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં […]

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ વલસાડમાં એક સાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ

નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને નિર્ણ લેવાયો, જિલ્લા કલેક્ટર દ્વારા 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના, તમામ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું વલસાડઃ  મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયા બાદ સરકાર વધુ એલર્ટ બની છે. અને આવા કોઈ બનાવો ફરીવાર ન […]

રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાથ પાસેનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો, જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના, ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન અપાયુ ભૂજઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા બાદ હવે સરકાર એલર્ટ બની છે. અને બ્રિજ જર્જરિત લાગે તો વિલંબ કર્યા વિના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ […]

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ

ગંભીરા બ્રિજ ઘટના બાદ જિલ્લાના જર્જરિત બ્રિજનો રિપોર્ટ મંગાવાયો, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક બ્રિજ વર્ષો જુના છે, બ્રિજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશેઃ કલેકટર સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની […]

વિજાપુર તાલુકામાં ભારે વરસાદને લીધે કાળા તલનો પાક નિષ્ફળ

વિજાપુર તાલુકામાં 700 વિઘામાં વાવેતર થયુ હતું, ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકશાનનો અંદાજ, નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ મહેસાણાઃ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોએ ગત ફેબ્રુઆરીના અંતમાં કાળા તલનું વાવેતર કર્યું હતું જેમાં વિજાપુર તાલુકામાં લગભગ 700 વિઘા જમીનમાં કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ ભારે વરસાદને લીધે કાળ તલનો […]

ગાંધીનગરમાં જૂની આરટીઓ કચેરી સામે 2000 રોપાનું વાવેતર કરાયું

મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રજાતિના રોપી વવાયા, સેક્ટર-28 અને 29ની પ્રાથમિક શાળાઓમાં ઔષધીય અને ફળઝાડના રોપાનું વાવેતર, ‘એક પેડ માં કે નામ‘ અને ‘કેચ ધ રેઈન‘ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી બનાવવા માટેના પ્રસાયો હાથ ધરાયા છે. અને ચોમાસા દરમિયાન વધુને વધુને વૃક્ષારોપણ કરવામાં આવશે. ગાંધીનગર શહેરને ફરી હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે સેક્ટર-30માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code