1. Home
  2. Tag "Gujarati Samac ar"

રંગીલા રાજકોટનો લોકમેળો આ વખતે કડક SOPને લીધે ચગડોળ વિના યોજાશે

કડક SOPના પગલે એક પણ યાંત્રિક રાઈડ ધારકોએ ફોર્મ ન ભર્યા, કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો, ચંકડોળના સંચાલકોએ આજીજી કરી પણ કલેકટર મક્કમ રહ્યા રાજકોટઃ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં લોકમેળાની મોસમ ખીલી ઊઠતી હોય છે. જેમાં સાતમ-આઠમના પર્વમાં તો ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટનો લોકમેળો સૌથી મોટો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમીટીની રચના, 235 કોલેજોની ફી નક્કી કરાશે

ફી નિર્ધારણ કમિટીના ચેરમેન તરીકે કૂલપતિ રહેશે, FRCની પ્રથમ બેઠકમાં તમામ કોલેજો પાસેથી આવક અને ખર્ચનો રિપોર્ટ મંગાશે, ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોની ફી નક્કી કરાશે રાજકોટઃ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના અમલીકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં ફીના માળખાના ગઠન માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીના અધ્યસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ […]

રાજસ્થાનમાં માર્કેડેશ્વર મહાદેવના દર્શને ગયેલા ગુજરાતી પરિવારની કાર પર હુમલો

દર્શન કરીને પરત ફરતા પરિવારની કાર પર પથ્થરમારો કરાયો, પથ્થરમારામાં કારના કાચ તૂટી ગયા, કારમાં પ્રવાસ કરી રહેલી યુવતીને ઈજા અંબાજીઃ રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવારની કાર પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કેંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ગભરાયેલો પરિવાર કારમાં […]

ભૂજના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 પ્રવાસીઓનું બુકિંગ છતાં સીટ ન મળી

એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, પ્રવાસીઓને બોર્ડિંગ પાસ ન અપાતા હોબાળો મચ્યો, ફ્લાઈટની કૂલ બેઠક કરતા વધારે બુકિંગ લેતા અવ્યવસ્થા સર્જાઈ ભુજઃ કચ્છના ભૂજ એરપોર્ટ પર મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસીઓનું બુકિંગ હોવા છતાયે બોર્ડિંગ પાસ ન અપાયા 15 પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. એર ઈન્ડિયાના સ્ટાફની બેદરકારીને લીધે […]

આમોદ-જંબુસર હાઈવે પર ઢાઢર નદી પરનો જર્જરિત બ્રિજ, કોંગ્રેસે દ્વારા વિરોધ કરાયો

બ્રિજને મરામત ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા 23 કાર્યકરોની અટકાયત, ભાજપના ધારાસભ્ય કહે છે, સરકાર નવો બ્રિજ બનાવશે ભરૂચઃ વડોદરાના પાદરા તાલુકામાં મહિસાગર નદી ઉપરનો ગંભીરા બ્રીજ તૂટી પડ્યાની ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ સામે સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર વચ્ચે આવેલ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે ભોગાવો નદી પરનો જર્જરિત બ્રિજ

60 વર્ષ જૂના બ્રિજ જર્જરિત સ્થિતિમાં, બ્રિજના સળિયા દેખાયા, ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા, અનેક રજૂઆતો છતાંયે બ્રિજને રિપેર કરાતો નથી લીંબડીઃ  રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો હોય છે. હાઈવેને સિક્સલેન કરવાની કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે હાઈવે પરના બગોદરા નજીક ભાદર નદી પરના નાના પુલની […]

સુરતમાં ડાઈંગ યુનિટોએ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડતા 8 જોડાણો કાપી નંખાયા

ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાથી ફરિયાદો ઊઠી હતી, 8 ગેરકાયદે તપેલા ડાઈંગ યુનિટના ડ્રેનેજ કનેક્શન કપાયા, ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પ્રદૂષણ સામે પગલાં લેવાતા નથી સુરતઃ શહેરમાં ડાઈંગના યુનિટધારકો ઘણીવાર કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં ઠાલવી દેતા હોય છે. ચોમાસા દરમિયાન આવા બનાવો વધુ બનતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વખતથી ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની […]

સુરતમાં ગેસ ગુંગળામણથી 3 સિનિયર સિટિઝન્સ અને ગોંડલમાં વીજ કરંટથી બે કર્મીના મોત

સુરતમાં જનરેટર ચાલુ કરીને મકાનમાં ઊંઘી ગયેલા 3નાં ગુંગળામણથી મોત, ગોંડલમાં વીજ રિપેરિંગ કામ દરમિયાન વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીના મોત, બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ સુરત અને રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બનાવમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં રહેતા 3 સિનિયર સિટિઝનો […]

કચ્છમાં 2.72 લાખ હેકટરમાં ખરીફ પાકની વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

બાજરીનું 16994 હેકટર અને મગનું 16980 તેમજ દિવેલા 12782 હેકટરમાં વાવેતર, કપાસનું 70035 હેકટર, મગફળીનું 66853 અને ઘાસચારીનું 46877 હેકટરમાં વાવેતર, ઉઘાડ નિકળતા હજુપણ ખરીફપાકના વાવેતરમાં વધારો થશે ભૂજઃ કચ્છમાં આ વખતે સારો વરસાદ થવાને લીધે ખરીફ પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2 લાખ 72 હજાર 728 […]

પાટડી-માલવણ હાઈવે પરના બજાણાના પુલ પર ગાબડાં પડતા સળિયા દેખાયા

કચ્છથી જોડતા આ હાઈવે પર સતત ટ્રાફિક રહેતો હોય છે, બજાણા બ્રિજની બિસ્માર હાલત છતાં તંત્રની નિષ્ક્રિયતા, બ્રિજ પર સળિયા નીકળતા વાહનોને પણ પેકચર પડવાનો ભય સુરેન્દ્રનગરઃ ગંભીરા બ્રિજની દૂર્ઘટના બાદ હવે અન્ય જર્જરિત બ્રિજ સામે વાહનચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાટડી-માલવણ રોડ પર આવેલા બજાણા પુલની સ્થિતિ અત્યંત જોખમી બની છે. પુલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code