1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગાંધીનગરમાં U N મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનામાં OPD અને ઈન્ડોર પેશન્ટમાં વધારો

એક મહિનામાં કુલ 1410 OPD  અને 77 દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ, અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ, કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ […]

ગુજરાતમાં એક વર્ષમાં એસટી બસોમાં 96 દિવ્યાંગો અને13 લાખ સહાયકોએ મફત મુસાફરી કરી

દિવ્યાંગો અને તેના સહાયકો પણ એસ.ટી બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજના, રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે S T નિગમને રૂ. 75 કરોડથી વધુની સહાય ચૂકવાઈ, ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ પ્રાધાન્ય  આપવામાં આવ્યું છે. એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના  ગંતવ્ય સ્થાન સુધી સલામત […]

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને 3 મહિનાનું એક્સ્ટેન્શન, 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે

ગૃહ વિભાગે સાંજના 6.30 વાગ્યા સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, ડીજીપીનો વિદાય સમારોહ મોકૂફ રખાયો,  ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ, ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી, […]

મુળીના આસુન્દ્રાળી ગામે સરકારી જમીનમાં કાર્બોસેલનું ખનન, ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

ચોટીલાના ડે. કલેકટરની ટીમે પાડ્યો દરોડો, ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, ચાર ચરખી અને 40 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત, ગામના ઉપસરપંચ દ્વારા ખનીજની ચોરી કરાતી હતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રના દરોડા છતાંયે ખનીજચોરી બેરોકટોક થઈ રહી છે. ખનીજ માફિયા કોઈને ગાંઠતા નથી. જો કે ચોટિલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણાએ ઘણા સમયથી ખનીજચોરી સામે ઝૂંબેશ આદરી છે. […]

આમોદ તાલુકામાં 10 કરોડના ખર્ચે નેશનલ હાઈવે-64 પર બનેલો 3 કિમીનો રોડ ધોવાઈ ગયો

પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ જતાં લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, રોડ પર ડામર ઉખડી જતા મોટા ખાડાઓ પડ્યા, ભ્રષ્ટાચારની તપાસ માટે માગ ઊઠી ભરૂચઃ  જિલ્લાના આમોદ તાલુકાના નેશનલ હાઈવે પરનો ત્રણ કિમીનો રોડ એક વર્ષ અગાઉ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. આ માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈને રોડ ઉપરના ડામર અને કપચીનું મટીરિયલ રોડની […]

ગુજરાતમાં બપોર સુધીમાં 116 તાલુકામાં મેઘાની મહેર, રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 83 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23.53 ટકા સીઝનનો વરસાદ નોંધાયો, મધ્ય ગુજરાતમાં 35 ટકા અને સૌરાષ્ટ્રમાં 32.32  ટકા વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 116 તાસુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ, તથા દ્વારકામાં સવા બે ઈંચ. તેમજ ખંભાળિયા, ભાણવડ, […]

પાટડીના રણ વિસ્તારમાં 133 મેગાવોટના 11 સોલાર પ્લાન્ટમાં રોજ 6 લાખ યુનિટ વીજ ઉત્પાદન

1 મેગાવોટ સોલાર પ્લાન્ટ રોજની સરેરાશ 4500થી 5000 યુનિટ વીજળી પેદા કરે છે, રણકાંઠા વિસ્તારમાં વધુ સોલાર પ્લાન્ટો સ્થાપવાની શક્યતા, પાટડી તાલુકાના 89 ગામોમાં માસિક વીજ વપરાશ લગભગ 20 લાખ યુનિટ સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકારની પ્રોત્સાહત નીતિને કારણે સોલાર વીજ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટડીના રણકાંઠા વિસ્તારમાં સોલાર ઊર્જા ઉત્પાદનમાં ક્રાંતિ આવી છે. […]

રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને આપી શકાશે

ત્રણ વર્ષથી વધુ સમયથી BLOની કામગીરી કરતા કર્મચારીઓને મુક્તિ આપવાનો આદેશ, BLOની કામગીરી 12 જેટલી કેડરોને આપવાનો રાજ્યના ચૂંટણી પંચનો નિર્ણય, નગરપાલિકાનો વેરો વસુલતા કર્મચારીઓને પણ વસતી ગણતરીની કામગીરી સોંપાશે ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘમા સમયથી વિરોધ ઊઠી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી, મતગણતરી, અને મતદાર યાદી સુધારણા […]

ગુજરાતમાં સારા વરસાદને લીધે 18 લાખથી વધુ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની તુલનાએ મગફળીના વાવેતરમાં વધારો, કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 90% થયુ, વરાપ નિકળતા વાવેતરમાં વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા જ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને લીધે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ચોમાસુ પણ સારૂ રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં […]

સુરતમાં પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા અને ખાડીમાં પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણાં

સુરતમાં ખાડીના પૂરને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, કોંગ્રસના કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો, પોલીસે કાંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત સુરતઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. ચોમાસા પહેલા વરસાદની સ્થિતિને પહોચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો પ્રિ-મોન્સુન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code