1. Home
  2. Tag "Gujarati Samac ar"

રાજપીપીળા-ડેડીયાપાડા હાઈવે પર બે વર્ષ પહેલા બનેલો કામચાલાઉ પુલ તૂટી ગયો

હાઈવે પરને કામચલાઉ બ્રિજ તૂટી જતાં 259 ગામોને વ્યવહાર ખોરવાયો, સત્તામાં 30 વર્ષથી ભાજપ સરકાર છે, છતાં 2 વર્ષમાં એક પુલ પણ બનાવી શકી નથીઃ વસાવા, ભારે વરસાદને લીધે ડાયવર્ઝન તૂટી જતા નવા નાળા માટે વર્કઓર્ડર અપાયો છેઃ ઈજનેર વડોદરાઃ  રાજપીપળા-ડેડીયાપાડા હાઈવે પર મોવીના યાલ ગામ નજીક બે વર્ષ પહેલાં બનાવેલો ડાયવર્ઝન પુલ ચોમાસાના પ્રથમ […]

સરખેજ-ગાંધીનગર હાઈવે પરના ઓવરબ્રિજના બાકી કામો પૂર્ણ થતાં જ સિગ્નલ ફ્રી કરાશે,

વાહનચાલકો ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધી નોન સ્ટોપ પહોંચી શકશે, હાઈવેના વિવિધ જંકશનો પર 13 ફ્લાઈઓવર બ્રિજ બની ચૂક્યા છે, કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, YMCને જોડતો એલિવેટેડ કોરિડોરનું કામ પૂરજોશમાં ગાંધીનગરઃ સરખેજથી ગાંધીનગરનો હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખાય છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટીને જોડતો આ મહત્વનો હાઈવે હોવાથી ભરચક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ હાઈવે પર […]

શેર સર્ટિફિકેટવાળા રહેઠાણના મકાનોની ટ્રાન્સફર ડ્યુટીમાં 80 ટકા માફ કરવાનો નિર્ણય

અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મહત્વનો મહેસુલી નિર્ણય, મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલાશે  ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં  વર્ષો જુની રહેણાક સોસાયટીઓમાં શેર સર્ટિફિકેટ આપીને મકાનોના એલોટમેન્ટ કરાયા હતા. વર્ષ 2001-02 સુધી હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ રજિસ્ટર્ડ કરાવીને […]

અમદાવાદના આંબાવાડીમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી, 10 લોકોનું રેસ્ક્યુ કરાયુ

આઝાદ સોસાયટી નજીક ફલેટ્સમાં બનેલા બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો. પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની ન થઈ અમદાવાદ:  શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી નજીક એક ફ્લેટ્સની 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ કરાતા શહેરના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીની […]

અમદાવાદના માધૂપુરામાં પૂરફાટ ઝડપે કારે અડફેટે લેતા મહિલાનું મોત

સફાઈ કામદાર મહિલા નોકરી કરવા માટે જઈ રહી હતી, અકસ્માત બાદ કારનો ચાલક નાસી ગયો, રાહદારીઓએ 108 ઈમરજન્સીને જાણ કરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનીવો વધતા જાય છે. જેમાં માધૂપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન […]

ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 244 કરોડની આવક

9 એપ્રિલથી 27 જૂન સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો, શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનામાં 25.62 કરોડનું વળતર અપાયું, 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને શહેરીજનોમાંથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. તા. 9 એપ્રિલ 2025થી 27 જૂન […]

ડભોઈના સોમપુરાથી તિલકવાડાનો મહિના પહેલા બનાવેલો રોડ તૂટી ગયો

દોઢ કિલોમીટરનો રોડ બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો, પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ ગયો, રોડ બન્યા બાદ ચકાસણી માટે એકપણ અધિકારી ડોકાયા નથી ડભોઈઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ અધિકારીઓની લાપરવાહી કે ભ્રષ્ટાચારને કારણે રોડના કામો એવા તરલાદી હોય છે કે, પ્રથમ વરસાદમાં રોડ ક્યા બનાવ્યો હતો તે […]

સુરતમાં રેલવે સ્ટેશન નજીક 50 વર્ષથી સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવાયા

જિલ્લા પંચાયતે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરી, 1960ના વર્ષમાં પેઢીઓને 7 વર્ષ માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી સરકારી જમીન પર પેટ્રોલ પંપ અને ટ્રાવેલ્સની ઓફિસો બની ગઈ હતી સુરતઃ શહેરના રેલવે સ્ટેશન નજીકની જિલ્લા પંચાયતની માલિકીની જમીન પરના 50 વર્ષ જૂના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ડીડીઓ પણ હાજર રહ્યા […]

ઊના તાલકાના આમોદ્રા ગામે ઘરમાં ઘૂંસીને દીપડાએ ખેડૂત દંપત્તી પર કર્યો હુમલો

વહેલી સવારે ઘરનો દરવાજો ખોલતા દિપડાએ મહિલા પર હુમલા કર્યો, મહિલાની બુમાબુમથી તેનો પતિ દોડી આવતા તેના પર પણ હુમસો કર્યો, દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી ઘરની બહાર કાઢાયો ઊનાઃ ગીર સોમનાથના ઊના તાલુકાના આમોદ્રા ગામમાં દીપડો એક ખેડૂતના ઘરમાં ઘૂંસી જતા અફડા-તફડી મચી ગઈ હતી. વહેલી સવારે મહિલાએ પોતાના ઘરનો દરવાજો ખોલતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code