1. Home
  2. Tag "Gujarati Samac ar"

વડોદરામાં મ્યુનિની સામાન્ય સભા ભાજપના મેયરે વિપક્ષને સાંભળ્યા પહેલા પૂર્ણ કરતા વિવાદ

શહેરના મેયરએ માત્ર 24 મીનીટમાં સભા પૂર્ણ કરતા વિપક્ષનો વિરોધ, વિપક્ષેને લોકોના પ્રશ્નો રજુ કરવાની તક પણ ન આપી, મેયર ઓફિસની બહાર કોંગ્રેસે પોસ્ટર સાથે ધારણા પર બેસી વિરોધ દર્શાવ્યો વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષની રજુઆતો સાંભળ્યા વિના જ માત્ર 24 મીનીટમાં સભા આટોપી દેતા મેયરની હરકતો સામે વિવાદ ઊભો થયો છે. લોકોના પ્રશ્નો […]

વડોદરાના અંકોડિયામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે તબીબી વિદ્યાર્થીના મોત

વડોદરાની ગોત્રી મેડિકલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા, ચાર વિદ્યાર્થીઓ અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા, ચપ્પલ કેનાલમાં પડી જતાં લેવા જતાં કરુણાંતિકા સર્જાઇ વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા […]

અમદાવાદના નિકોલમાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાચાલક મહિલાનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ 20 ફુટ ઢસડ્યું, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નિકોલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પરચાલકે મહિલા એક્ટિવાચાલકને ટક્કર […]

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન, જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત, સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 […]

આદિજાતિ વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ, ઈજનેરી કોલેજોમાં ટ્યુશન ફી સહિત રકમ સરકાર આપશે

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર, સરકારી ક્વોટા માટે નિયત બેઠકોની ટકાવારીની મર્યાદામાં શિષ્યવૃત્તિ મળશે, વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ લાભ અપાશે ગાંધીનગરઃ આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે. આ […]

વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

વકફ બોર્ડ હેઠળની મિલકતોનાGPS મેપિંગ,  ડીઝલાઈઝેશનની કામગીરી કરાશે, આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે, વકફની ખરી મિલકતની જ નોંધણી થશે. ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ,  સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં આવેલ  વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે […]

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ

ભૂકંપ બાદ વડાપ્રધાને વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલી છેઃ રાજ્યપાલ, રાજ્યપાલના હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું, શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂકતા રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

સાયબર ફ્રોડમાં કરોડોની હેરાફેરીના મામલે ઈડીના અમદાવાદ અને સુરત અને મુંબઈમાં દરોડા

અમદાવાદ અને સુરતમાં 7 સ્થળોએ EDએ કર્યુ સર્ચ, આરોપીઓએ રૂપિયા 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આક્ષેપ, આરોપીઓએ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું અમદાવાદઃ ગુજરાતમાં સાયબરફ્રોડના બનાવો વધતા જાય છે. અને કેટલીક સાયબર ફ્રોડ આંતરરાષ્ટ્રીય ગેન્ગના એજન્ટો પણ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ ગેન્ગનો પડદાફાશ થયો હતો. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code