1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી, દેશમાં 2027 સુધીમાં3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશ, મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ […]

એક રાખી દેશ કે જવાનો કે નામ, ગુજરાતની 53000 આંગણવાડી બહેનોએ જવાનોને રાખડીઓ મોકલી

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો સુપ્રત કરાયો, ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ, મુખ્યમંત્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરાયો ગાંધીનગરઃ દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે. રાજ્યની […]

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે

કેન્દ્ર સરકાર અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં ફિઝિબિલિટીની ચકાસણી કરાશે, ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે, કોચીની ટીમએ સુરત આવીને વોટર મેટ્રો માટે વિવિધ સર્વે પણ કર્યો હતો.   સુરતઃ શહેરની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાસમયથી વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.દ્વારા બજેટમાં પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે […]

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા થયેલી હોનારતમાં હારિજના 13 લોકો સંપર્ક વિહોણા

બનાસકાંઠા, ભાવનગર, અને પાટણ જિલ્લાના અનેક લોકો ચારધામની યાત્રાએ ગયા છે, ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ હારિજના પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી, બનાસકાંઠાના 10 અને ભાવનગરના 15 યાત્રાળુઓ પણ ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું કહેવાય છે અમદાવાદઃ ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં તાજેતરમાં વાદળો ફાટતા હોનારતની સ્થિતિ સર્જાતા પૂરના પાણીમાં અને ભેખડો ધસી પડતા અનેક લોકો લાપત્તા બનતા હાલ […]

અમરેલીના જસવંતગઢ ગામે શ્વાન બાળક ઉઠાવીને ભાગ્યો, પીછો કરી બાળકને છોડાવ્યો

જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો, બાળકના પિતા શ્વાન પાછળ દોટ મુકીને બાળકને છોડાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ અમરેલીઃ જિલ્લાના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મ્યુનિને રજૂઆત, સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદી કોન્ટ્રાક્ટરની છે. 7 દિવસમાં પગાર નહીં ચુકવાય તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. […]

ગાંધીનગરમાં રાયસણ-રાંદેસણના સર્વિસ રોડ પર બે મંદિર સહિતના દબાણો હટાવાયા

સર્વિસ રોડ પર શનિદેવ મંદિર અને દિપેશ્વરી માતાજીનું મંદિર દૂર કરી દેવાયું, લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાતે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર બનાવાયેલું શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગેરકાયદે દબાણો પણ વધ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર […]

જન્માષ્ટમીની 5 દિવસની રજાઓમાં ગોવા, મહાબળેશ્વર જવા માટે પ્રવાસીઓનો ક્રેઝ

પ્રવાસીઓમાં ડોમેસ્ટિકમાં ગોવા, મહાબળેશ્વર અને ઇન્ટરનેશનલમાં બાલી, દુબઇ હોટ ફેવરિટ, ઘણા પ્રવાસીઓ માઉન્ટ આબુ અને ઉદેપુર જઈને રજાઓ માણશે, પ્રવાસન સ્થળોની હોટલોમાં બુકિંગ ફુલ થવા લાગ્યા રાજકોટઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકો પરિવારજનો સાથે જન્માષ્ટમીની 5-6 દિવસની રજાઓમાં ફરવા જવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પ્રવાસીઓમાં હાલ ગોવા અને મહાબળેશ્વરની […]

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

ડેન્ગ્યુથી એક યુવાનું અને બીજાનું તાવથી મોત નિપજ્યુ, સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સવારથી જ દર્દીઓની લાગતી લાંબી લાઈનો, બાળકો માટેની ઓપીડીમાં વધારો કરાયો સુરતઃ વરસાદી સીઝનને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર તાવ સહિતના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં તો સવારથી દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે. […]

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 40 હજારની લાંચ લેતા પકડાયા

પીએસઆઈએ આરોપીને ન મારવા માટે લાંચ માગી હતી, ACBએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવીને પીએસઆઈને રંગેહાથ પકડી પાડ્યા, પીએસઆઈની અટકાયત કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને આરોપી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એક ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ ઝડપી જામીન પર છોડવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code