1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 92 તાલુકામાં પડ્યો વરસાદ, વાપીમાં 7 ઈંચ

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, વાપીમાં બજાર-ઘરોમાં પાણી ઘૂસ્યાં,  અંબિકા સહિત નદીઓમાં પૂર આવ્યા અમદાવાદઃ ગુજરાતભરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 192 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 5 ઈંચ, કપરાડામાં સાડાચાર ઈંચ, તથા ધરમપુર, ઉંમરગામ, નવસારીના ખેરગામ, 4 […]

વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો રસ્તો ધોવાઈ જતાં ગ્રામજનો પરેશાન

વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ, ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા વસ્તડી સહિત અંદાજે 10થી વધુ ગામોના લોકોને હાલાકી, દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાયે તંત્ર ઉદાસિન સુરેન્દ્રનગરઃ  વઢવાણ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ભાદર નદીમાં પૂર આવ્યું છે. વરસાદને લીધે અનેક રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા  રોડ ક્ષતિગ્રસ્ત […]

સુરતમાં વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

મ્યુનિ.કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી ખુલ્લી પડી ગઈ, ફુલપાડા વિસ્તારમાં પાણીના ભરાવાના કારણે લોકોની હાલત કફોડી, ઉત્રાણ અને અઠવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારથી જ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પર અસર પડી હતી. શહેરના અનેક […]

ડાંગમાં વરસાદને લીધે સર્જાયા આહલાદક દ્રશ્યો, શિવઘાટનો ઘોઘ વહેતો થયો

સાપુતારા ફરવા જતા પ્રવાસીઓને સાવચેત રહેવાની અપાઈ સુચના, નદી, નાળા, કોતરો, જળધોધમાં ન ઉતરવા અપીલ, હાઈવે પર કોતરોમાંથી પડતા ધોધ જોવા પ્રવાસીઓ વાહનો ઊભા રાખી મોજ માણી રહ્યા છે સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં હાલ વરસાદને લીધે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણીના ઝરણા અને ઘોઘ જોવા મળી રહ્યા છે. પ્રકૃતિએ […]

લાખણી તાલુકાના જસરા ગામે પીઆઈના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો,

ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી, અંધશ્રદ્ધાએ વૃદ્ધ દંપત્તીનો ભોગ લીધો, આરોપીઓએ કાળા જાદુથી ધન પ્રાપ્ત માટે હત્યા કરી હતી પાલનપુરઃ સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એવી પટેલના બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં રહેતા માતા-પિતાની હત્યા કરીને લૂંટનો બનાવ બન્યો હતો, ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર […]

ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતિ મર્યાદા 62 વર્ષ કરવા સમિતિની માગ

રાજ્ય સરકારનો આઉટસોર્સના ભરોસે વહિવટ ચાલી રહ્યો છે, કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની વય નિવૃતિમાં વધારો કરો, ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ કરી માગ ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. દર વર્ષે જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. રાજ્ય […]

ગાંધીનગર મ્યુનિને એડવાન્સ પ્રોપર્ટીટેક્સ રિબેટ યોજના ફળી, 45 કરોડની આવક

પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 91 કરોડનું વળતર અપાયું, 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ ભર્યો, 57 ટકા મિલકતધારકોએ 11 કરોડનો વેરો ઓનલાઇન જમા કરાવ્યો ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યાજના અમલમાં મુકતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.દ્વારા વર્ષ 2025-26માં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે 10 ટકા […]

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક પૂરના પાણીને લીધે 7 હરણના મોત

એક બચ્ચા સહિત પાંચ કાળિયારના રેસ્ક્યુ કરાયા, વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક અને મોબાઇલ સ્કવોર્ડ દ્વારા કામગીરી કરાઈ, વેળાવદર કાળિયાર અભ્યારણ્યમાં બે હજારથી વધુ કાળિયાર વસાવટ ભાવનગરઃ  શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે નુકશાનો ચિતાર મળી રહ્યો છે. ભારે વરસાદને લીધે કાળુભાર, ઘેલો સહિત અનેક નદીમાં ઘોડાપૂર આવતા ભાલ વિસ્તારમાં સરોવરની જેમ પાણી ભરાયેલા જોવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ભવનોમાં છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીઓમાં ભય

યુનિના 4 દાયકા જૂના ભવનો જર્જરિત બન્યા, કેટલાક ભવનોમાં છતમાંથી પાણી ટપકે છે, યુનિએ બાંધકામ વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક ભવનો ચાર દાયકાથી જુના છે. તેથી સામાન્ય વરસાદમાં પણ ભવનોના ધાબા પરથી પાણી ટપકવા લાગે છે. જ્યારે એક ભવનમાં તો પોપડા પડી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડર અનુભવી […]

વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

M S યુનિમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સ્કૂટરચાલક યુવતીના મોતથી ગમગીની, પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી, અકસ્માત સ્થળે લોકોના ટાળાં એકઠા થયા વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code