1. Home
  2. Tag "Gujarati Samac ar"

અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે

મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપા ખરીદશે, પ્રતિ રોપાદીઠ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ, મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે અમદાવાદઃ શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે. આ માટે મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ રોપાનો ભાવ રૂ.79 થવા જાય છે. જ્યારે […]

અમદાવાદમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બોપલની સ્ટર્લિંગ સિટીમાં બે ફુટ પાણી ભરાયા, અખબારનગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં પાણી ભરાયા, નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયા અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા, બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા […]

અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી અનેક ગુનામાં સંડોવાયેલો છે, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો, હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી ત્રણ વર્ષથી ફરાર હતો અમદાવાદઃ શહેરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સાગરિતને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી વિવિધ રાજ્યોમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અને ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો. ત્રણ વર્ષ પહેલા શહેરના પંચવટી […]

ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, આહવામાં 5 ઈંચ

સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવણી માટે ઉઘાડ નીકળવાની રાહ જોઈ રહ્યા છે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગ-આહવામાં 5 ઈંચ, ડાંગના સુબીરમાં 3.39 ઈંચ,સોમનાથ-વેરાવળમાં 3.19 ઈંચ, વરસાદ […]

વિધાનસભાની કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કાલે મતદાન, ત્રિપાંખિયો જંગ ખેલાશે

ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી, મતદાન કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે તા. 19મી જુનને ગુરૂવારે યોજાશે. બન્ને બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી. અને કોંગ્રેસે વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. બન્ને બેઠકો પર કાલે […]

ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં પાણી ભરાતા 33 લોકો ફસાયા

બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ અને મામતલદાર પહોંચ્યા, બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી થ ધરી, નારી નજીક પ્લાસ્ટિક ઝોન GIDCમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યૂ ભાવનગર: શહેર અને જિલ્લામાં બે દિવસમાં ભારે વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. ભાવનગર શહેર નજીક નારી ગામ પાસે આવેલા 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. […]

સુરતમાં સિટીબસ અને BRTSમાં ટિકિટચોરી કૌભાંડમાં એજન્સીના સુપરવાઈઝર સસ્પેન્ડ

ડ્રાઈવર-કંડકટર સપ્લાય કરનારી એજન્સીના સંચાલકો મ્યુનિ. બેઠકમાં ગેરહાજર રહ્યા, એજન્સી સામે અગાઉ પણ બેદરકારીની અનેક ફરિયાદો ઊઠી હતી, કંડકટર પાસેથી ટિકિટ ડિવાઈઝ મશીન બંધ હાલતમાં મળી આવ્યું હતું. સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં ખોટ ઘટાડવા અને ટીકીટ ચોરી કૌભાંડ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ બસ સેવા માટે ડ્રાઈવર કન્ડક્ટર […]

હાઉસિંગ સોસાયટીઓ મિલકતોના ટ્રાન્સફરમાં દસ્તાવેજના 0.5 ટકાથી વધુ ચાર્જ વસુલી શકાશે નહીં

દસ્તાવેજના 0.5 ટકા અને વધુમાં વધુ એક લાખમાં જે ઓછી રકમ હશે તે વસુલાશે, કાનૂની વારસદારના કેસમાં કોઈ ટ્રાન્સફર ફી વસુલી શકાશે નહી, કોઈ અલગ ચાર્જ પણ લેવાની છૂટ નથી અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1 લાખની […]

વિમાન દૂર્ઘટનામાં 214 પ્રવાસી સિવાયના 11 મૃતદેહની ઓળખ થઈ શકી નથી

પોલીસને વધુ બે લાપત્તા હોવાની ફરિયાદ મળી, વિમાન જે સ્થળે ક્રેશ થયું ત્યાં ઘણા લોકોના મોત થયા હતા, પોલીસે લાપત્તા બનેલા સ્વજનોની જાણ કરવા અપીલ કરી અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક ગઈ તા, 12મી જુનને ગુરૂવારે એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસી અને સ્ક્રૂ મેમ્બર સહિત કૂલ 241ના મોત […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિમાં અનુસ્નાતકમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

240 કોલેજોની 21 હજાર બેઠકો માટે જીકાસ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, વિદ્યાર્થીઓ કોઈપણ કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે, સરકારે નક્કી કરેલી ફોર્મ ફી ઓનલાઈન ભરવાની રહેશે. પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ઉત્તર ગુજરાતની 240થી વધુ કોલેજોમાં 21,000થી વધુ બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code