1. Home
  2. Tag "Gujarati Samac ar"

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો, ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની ભરતી કરાશે

યુનિવર્સિટીઓમાં 31મી ડિસેમ્બર સુધીમાં ભરતી કરવા સુચના અપાઈ, કાયમી જગ્યાઓ ભરાશે નહિ તો પોસ્ટ રદ થઇ જશે, યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે શિક્ષણ પર થતી અસર અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની કાયમી જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી છે. યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ 31 ડિસેમ્બર સુધીમાં ભરતી કરવાની રહેશે. સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની […]

સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને નકલી પોલીસે 16.55 લાખ મત્તાની લૂંટ કરી

વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરતા આંગડિયા કર્મીને નકલી પોલીસનો ભેટો થયો, તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી અપહરણ કર્યું, આંગડિયા કર્મીને મારમારીને સોના-ચાંદી અને હીરાની 55 લાખ ભરેલી બેગ લૂંટી લીધી સુરતઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને 16.55 લાખ મત્તાની લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી સુરતમાં સોના, ચાંદી […]

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું પડશે, મ્યુનિ. અને ઔડાએ ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કર્યો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ટકાનો વધારો સુચવ્યો, ઔડાએ પણ વિકાસ ચાર્જમાં 10 ટકાનો વધારો કર્યો, સરકારની મંજુરી મળ્યા બાદ અમલ શરૂ કરાશે અમદાવાદઃ શહેરના રિયલ એસ્ટેટમાં હાલ મંદી ચાલી રહી છે. સામાન્ય ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને માટે ઘર ખરીદવું દોહ્યલુ બન્યુ છે. ત્યારે હવે ઘર ખરીદવું વધું મોંઘું પડશે. કારણ કે, […]

ગુજરાત સરકારે 9 આઈએએસ અધિકારીઓની કરી બદલી, 4ને વધારાનો ચાર્જ અપાયો

રાજકોટ કલેક્ટર અને જુનાગઢ મ્યુનિ.કમિશનરની બદલી, અશ્વિની કુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ બનાવાયા, એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી ગાંધીનગરઃ ગુજરાત સરકારે  નવ આઈએએસ  અધિકારીની બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં રાજકોટના કલેકટર તેમજ જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 આઈએએસ અધિકારીઓને […]

વિમાન દૂર્ઘટનાઃ 202 મૃતકોના DNA મેચ થયા, 159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એકનું મોત, 33 મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ, 15 પરિવારો તેમના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ શહેરમાં ગઈ તા.12મી જુનને ગુરૂવારે એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું લંડન જતું પ્લને ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જે […]

સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચ કરી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક મળી, સંસ્કૃત બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયુ, સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના– સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના  શરૂ કરાશે. ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ […]

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ 108 સેવાની 80 ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી

બપોરે 1.41 વાગ્યે કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરાઈ, દૂર્ઘટનાના 3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે 108 […]

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લીધે રેડ એલર્ટ અપાયું છે, ખાનગી, સરકારી સહિત તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય ભાવનગરઃ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જળબંબોળ જેવી સ્થિતિ છે. મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં […]

હારીજના કુકરાણા ગામ નજીક કારે અડફેટે લેતા મહિલાનું મોત

કુકરાણા શાળામાંથી મહિલા પોતાના બાળકોના દાખલા લેવા જતા હતા, મહિલા હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે. જશવંતપુરા ગામના ગીતાબેન ભાવાજી ઠાકોર (ઉંમર 45) કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code