1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 176 તાલુકામાં પડ્યો વરસાદ, બોટાદમાં ઈકો તણાતા 4 લાપત્તા

ઈકો કારમાં 6 લોકો તણાયા હતા જેમાં 2 નું રેસ્ક્યૂ કરાયું, રાજુલા નજીક અને બાબરાના કુંડળ ગામે કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં બોટાદના બરવાળામાં 7 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6 ઈંચ, […]

રાજકોટમાં ફુલો વરસાવીને લોકોએ સ્વ. વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી

  મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી આપી રાજકોટવાસીઓએ લોક લાડીલા નેતાને ભીની આંખે વિદાય આપી, અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી અમદાવાદઃ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુ માપેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. રૂપાણીના નિવાસસ્થાને ભાવાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.સ્વગર્સ્થની અંતિમ યાત્રામાં રાજકીય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમાન દૂર્ઘટનાના સારવાર લેતા દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી, DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર માચે નિર્દેશો આપ્યા, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ મંત્રીશ્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક […]

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષકોના તાલીમના સમયમાં ફેરફાર કરવાની માગ

તાલીમનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધીનો રાખવા માગ, બેલેટ પેપરથી મતદાન હોવાથી શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે, તાલીમનો સમય બપોરે 2થી 4નો હોવાથી શિક્ષકોને ઘેર જઈને પરત ફરવું પડે છે ગાંધીનગરઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શિક્ષકોને ફરજ સોંપવાની હોવાથી હાલ શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની હોવાથી […]

અમદાવાદના શાહીબાગમાં એક રાતમાં જ્વેલરી શોપ સહિત 10 દૂકાનોના તાળાં તૂંટ્યા

20 લાખની મત્તાની તસ્કરો ઉઠાવી ગયા, ચોરીના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, પોલીસે સીસીટીવી કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં સુજાતા ફલેટની સામે આવેલા મલ્લીનાથ કોમ્પ્લેક્ષની 10 દુકાનના તાળાં તોડી તસ્કરો રોડડ, દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને અંદાજે રૂ.20 લાખની મત્તા ચોરી ગયા હતા. એક જ રાતમાં જે 10 દુકાનોના તાળા […]

ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ પલટી, 13 પ્રવાસીઓને ઈજા

દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં હાઈવે પર બસ પલટી, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, સ્થાનિક લોકોએ દોડી આવીને પ્રવાસીઓને બહાર કાઢ્યા દાહોદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક ખાનગી બસ પલટી ગઈ હતી. દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ […]

અમદાવાદમાં પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી બીજુ બ્લેક બોક્સ અને DVR મળ્યા

વિમાનના ટેલના ભાગમાંથી બીજુ બ્લેક બોક્સ મળ્યું, છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું તે જાણી શકાશે, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. એર ઈન્ડિયાના બોઈંગ AI-171 પ્લેન દુર્ઘટનાની વિવિધ એજન્સીઓ […]

લાખણી તાલુકાના જસરા ગામે પીઆઈના વૃદ્ધ માતા-પિતાની હત્યા બાદ લૂંટ

વદ્ધ માતાએ પગમાં પહેરેલા કડલા પગ કાપીને લૂંટારૂઓ ઊઠાવી ગયા, તિજારી પણ તોડીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી પોલીસ અને એફએસએલની ટીમે શરૂ કરી તપાસ પાલનપુરઃ  સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વાવ-થરાદના લાખણી તાલુકાના જસરા ગામે રહેતા વૃદ્ઘ માતા-પિતાની ગત રાત્રે લૂંટારુઓ દ્વારા નિર્મમ હત્યા કરીને લૂંટ કરાતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. લૂંટારુઓ […]

ગાંધીધામમાં સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

મ્યુનિનો પ્રિ-મોન્સન પ્લાન સામે લોકોએ સવાલો ઉઠાવ્યા, સામાન્ય વરસાદમાં જનતા કોલોનીમાં બે ફુટ પાણી ભરાયા, કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને કરી રજુઆત ગાંધીધામઃ શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પણ નાગરિકોની સમસ્યાનો અંત આવ્યો નથી. શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના નાગરિકો મ્યુનિના પ્રિ-મોન્સુન પ્લાન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ગાંધીધામ શહેરમાં સામાન્ય […]

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો

દરેક વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો, સ્કૂલ સ્ટેશનરી, નોટ્સબુકોના ભાવમાં વધારા બાદ સ્કૂલવાન ચાલકોએ ભાવ વધાર્યા, અસહ્ય મોંઘવારીમાં વાલીઓની હાલત કફોડી ગાંધીનગરઃ 9મી જુને નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્ટેશનરી, નોટબુક્સ અને પુસ્તકોના ભાવમાં વધારા બાદ હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનચાલકોએ પણ વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો છે. સ્કુલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થી કેટલા અંતરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code