1. Home
  2. Tag "Gujarati Samac ar"

આરટીઆઈ આયોગના 250 જેટલા અગત્યના ચુકાદા ઓનલાઈન મુકાયા

ગયા વર્ષે 10 હજાર જેટલા આરટીઆઈના કેસનો નિકાલ કરાયો, ગાંધીનગરમાં મુખ્ય માહિતી કમિશનરના હસ્તે ત્રણ લઘુ પુસ્તિકાઓનું અનાવરણ કરાયું, ફેસબૂક અને યૂ ટ્યુબ સહિત ડિજિટલ માધ્યમો દ્વારા માહિતી આયોગની કામગીરી નાગરિકો સુધી પહોંચી રહી છેઃ સુભાષ સોની ગાંધીનગરઃ ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા 10 હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. […]

ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી  સંઘવીએ જણાવ્યું […]

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, ફોરલેન માટે ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીએ 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિમીના માર્ગનું ફોરલેન માટે ખાતમુહૂર્ત કર્યું, ભરૂચમાં રૂ. 637 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા, ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના 46 કિ.મી. માર્ગને રૂ. 400 કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.  આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ […]

અમદાવાદમાં મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ભારે વાહનનો માટે બંધ કરાયો

બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો, ભારે વાહનો ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી અવરજવર કરી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડ્યુ અમદાવાદઃ શહેરના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે, શહેર પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું […]

ગુજરાતમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક 1.94 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયાં

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં PM જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ 1.94 કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને […]

ગીર ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈ

રક્ષાબંધન’ નિમિતે બાળકોએ ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ બનાવી, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે 50 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો, બાળકોએ જૂના તોરણના મોતી,મણકા, પિસ્તાની છાલ,ન્યુઝ પેપરનો ઉપયોગ કરી મનગમતી રાખડીઓ બનાવી ગાંધીનગરઃ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી […]

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહનચાલકો પાસેથી દોઢ વર્ષમાં 11 કરોડ દંડ વસુલાયો

રોંગ સાઇડ, ઓવરસ્પિડ, સહિત ટ્રાફિક ભંગના ગુના નોંધાયા, 2161 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામ લેવા નિર્દેશ કર્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી  રોન્ગ […]

ગુજરાતમાં આજે 51 તાલુકામાં વરસાદ, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, તા. 6ઠ્ઠી ઓગસ્ટથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 9મી ઓગસ્ટે રાજ્યભરમાં વરસાદની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જો કે તમામ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં […]

ડીસામાં ડેરી પ્રોડકટ્સ પેઢી પર દરોડા, 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

પેઢીનો માલિક અગાઉ પણ ભેળસેળયુક્ત ઘીમાં પકડાતા લાયસન્સ રદ કરાયું હતુ, ઘી શંકાસ્પદ લાગતાં નમુના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા, પેઢીના સંચાલકો ઘી બનાવવા કાચા માલની વિગતો આપી ન શક્યા ડીસાઃ શહેરમાં ડેરી પ્રોડક્ટસ દ્વારા નકલી ઘી વેચાતું હોવાની ફરિયાદો મળ્યા બાદ બનાસકાંઠા ખોરાક અને ઔષધિ નિયમન વિભાગની ટીમે દરોડા પાડીને રૂપિયા 1.67 લાખનો 270 કિલો […]

ભાભરના વજાપુર જુના ગામની નવનિર્મિત પ્રાથમિક શાળાની દીવાલોમાં પ્રથમ વરસાદમાં તિરાડો પડી

વરસાદી પાણીના કારણે શાળાના નવીન ઓરડાની દીવાલો પર તિરાડો પડી, શાળાના મકાનના પાયાની આજુબાજુનો ભાગ ધોવાઈ ગયો, એક વર્ષ પહેલા શાળાની નવી ઈમારત બનાવવામાં આવી હતી પાલનપુરઃ સરકાર દ્વારા સરકારી શાળાઓના મકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે. પણ ભ્રષ્ટાચાર અને હલકી કક્ષાના બાંધકામને લીધે એક-બે વર્ષમાં શાળાના મકાનો જર્જરિત બની જતા હોય છે.  જિલ્લાના ભાભર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code